યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને દર્શાવી તૈયારી, પણ રાખી આ શરત…

કિવ: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકવા માટે બંને દેશોએ તૈયારી બતાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોમવારે વ્લાદિમીર પુતિનને રશિયા સાથેના દેશના ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અંત લાવવા માટે તમામ યુદ્ધ કેદીઓની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ પ્રસ્તાવ રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ નિમિત્તે કિવમાં એક શિખર સંમેલનમાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું.
Also read : નવા એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલ એટીએફના કાર્યકારી વડા બનવાની શક્યતા
યુક્રેને રાખી આ શરત
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પર કિવમાં એક શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ બધા યુક્રેનિયન સૈનિકો અને નાગરિકોને મુક્ત કરવા જોઈએ.’ બદલામાં યુક્રેન તમામ રશિયન યુદ્ધ કેદીઓને મુક્ત કરવા તૈયાર છે. યુદ્ધનો અંત લાવવાનો આ એક યોગ્ય માર્ગ હશે”.
ઝેલેન્સકીએ બતાવી રાજીનામાની તૈયારી
આ પૂર્વે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે જો તેમના રાજીનામાથી શાંતિ આવે અને યુક્રેનને નાટોનું સભ્યપદ મેળવવામાં મદદ મળે તો તેઓ પદ છોડવા તૈયાર છે. રશિયાના યુક્રેન પર યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિતે કિવમાં સરકારી અધિકારીઓના એક મંચમાં બોલતા, ઝેલેન્સકીએ કહ્યું કે જો આમ કરવાથી નાટો લશ્કરી જોડાણની સુરક્ષાના છત્રછાયા હેઠળ તેમના દેશમાં કાયમી શાંતિ સ્થાપિત થશે તો તેઓ પદ છોડવા તૈયાર છે.
Also read :ડાબેરીઓના બેવડા વલણની ઈટલીનાં વડા પ્રધાન Georgia Meloni એ કાઢી ઝાટકણી
યુક્રેનની પ્રાથમિકતા નાટો સભ્યપદ
રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં સંઘર્ષ હજુ પણ યથાવત છે. ઝેલેન્સકીનું આ નિવેદન એટલા માટે પણ સૂચક છે કારણ કે હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચૂંટણી કરાવવાની વાત કરી રહ્યા છે. હાલ યુક્રેનમાં માર્શલ લો લાગુ હોય જેના હેઠળ ચૂંટણીઓનું આયોજન શક્ય નથી. ઝેલેન્સકીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની પ્રાથમિકતા નાટો સભ્યપદ પ્રાપ્ત કરવાની છે.