સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે યુક્રેનનો રશિયા પર હુમલાઃ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન એટેક | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે યુક્રેનનો રશિયા પર હુમલાઃ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન એટેક

મૉસ્કૉઃ રશિયાએ આજે યુક્રેન પર રશિયાના પશ્ચિમી ક્ષેત્ર કુર્સ્કમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે યુક્રેન તેની સ્વતંત્રતાના 34 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું.

રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આખી રાત અનેક ઊર્જા અને વીજળી ઠેકાણા પણ ડ્રોન હુમલાનો ભોગ બન્યા હતા. કુર્સ્કમાં આવેલા પ્લાન્ટમાં આગ લાગી હતી, પરંતુ તેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી અને કોઈને ઈજા થઈ ન હતી.

આપણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: યુક્રેને રશિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટેલિગ્રામ’ પર એક પોસ્ટ દ્વારા અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, એક ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે.

યુનાઇટેડ નેશન્સ ન્યૂક્લિયર વોચ એજન્સીએ જણાવ્યું હતું કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા માહિતી મળી હતી કે પ્લાન્ટમાં એક ટ્રાન્સફોર્મરમાં “લશ્કરી કાર્યવાહી” ને કારણે આગ લાગી હતી, પરંતુ એજન્સી સ્વતંત્ર રીતે તેની પુષ્ટી કરી શકી નથી. તેણે કહ્યું કે તેના ડિરેક્ટર-જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ કહ્યું હતું કે “દરેક પરમાણુ સુવિધાને હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ.”

આ ઘટનાઓ અંગે યુક્રેન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે શનિવારે રાત્રે યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવતા કુલ 95 ડ્રોન મોકલ્યા હતા, જે બધાને રશિયન એર ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કરી દીધા હતા.

આપણ વાંચો: રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત

ફાયર ફાઈટર્સે રશિયાના લેનિનગ્રાદ પ્રદેશમાં ઉસ્ત-લુગા બંદર પર આગ કાબૂમાં લીધી હતી જ્યાં એક મુખ્ય ઇંધણ નિકાસ ટર્મિનલ સ્થિત છે. પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું હતું કે આશરે 10 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા જેના કાટમાળથી આગ લાગી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેના એર ડિફેન્સ સિસ્ટમે રવિવારે રાત્રે રશિયન પ્રદેશ પર 95 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. યુક્રેનના વાયુસેનાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે રશિયાએ યુક્રેનમાં 72 ડ્રોન અને એક ક્રુઝ મિસાઇલથી હુમલો કર્યો હતો જેમાંથી 48 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.

યુક્રેન 1991માં સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની જાહેરાતની યાદમાં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું હતું ત્યારે આ ઘટનાઓ બની હતી. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક વીડિયો સંબોધનમાં કહ્યું હતું કે “આપણે એક એવા યુક્રેનનું નિર્માણ કરી રહ્યા છીએ જેની પાસે સુરક્ષા અને શાંતિથી રહેવા માટે પૂરતી તાકાત અને સામર્થ્ય હશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button