રશિયાના ઘાતક હુમલા બાદ Ukraine માં ઝેલેન્સકી સરકારમાં ઉથલ પાથલ, ચાર મંત્રીઓ આપ્યા રાજીનામા

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીની ચાલી રહેલી ચર્ચા દરમ્યાન યુક્રેનના(Ukraine)પોલ્ટાવામાં રશિયાના હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની સરકારમાં ઉથલ પાથલ મચી. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમ્યાન યુક્રેનના શસ્ત્ર ઉત્પાદન ચીફ સહિત 4 મંત્રીઓના રાજીનામાથી ઝેલેન્સકી સરકારને આંચકો લાગ્યો છે. રશિયા સાથે ચાલી રહેલા ઘાતક યુદ્ધના પ્રતિકૂળ સંજોગોને કારણે યુક્રેનના શસ્ત્ર ઉત્પાદન ચીફ અને સ્ટ્રેટેજી મિનિસ્ટર ઓલેક્ઝાન્ડર કામિશિન અને અન્ય 4 મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે કામિશને આ પગલું રક્ષા મંત્રી પદ મેળવવાઉઠાવ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં નાયબ વડા પ્રધાન અને ન્યાય પ્રધાન ઓલ્હા સ્ટેફનિશિનાને બરતરફ કર્યા પછી ઉદ્યોગ પ્રધાન ઓલેક્ઝાન્ડર કામિશિન સહિત પર્યાવરણ અને પુનઃ એકીકરણ પ્રધાનોના રાજીનામાથી કેબિનેટના ત્રીજા ભાગની જગ્યા ખાલી પડી છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી અને તેમના રાજકીય સહયોગીઓ આ મહિને તેમની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત પહેલા સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા માટે મંત્રાલયમાં આ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લઈ શકે છે. આ રાજીનામા એવા સમયે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયાના ઘાતક મિસાઈલ હુમલાના કારણે યુક્રેનમાં 50થી વધુ લોકોના મોત થયા હતા.
ઝેલેન્સકી સામે મોટો પડકાર
રશિયાના ઘાતક હુમલાઓ વચ્ચે યુક્રેનના 4 મંત્રીઓના એક સાથે રાજીનામાએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે મોટી સમસ્યા ઉભી કરી છે. આ મહિને ઝેલેન્સકી અમેરિકા જવાના છે અને રાષ્ટ્રપતિ જો બાઈડનને રશિયા પર જીત મેળવવાનું આયોજન જણાવશે. આવા સમયે તેમની ટીમમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવી તેમના માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. ઝેલેન્સકીએ અગાઉ એક ભાષણમાં કહ્યું હતું કે યુક્રેન માટે શરદ ઋતુ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. અમારી રાજ્ય સંસ્થાઓને એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી યુક્રેનને જરૂરી તમામ પરિણામો પ્રાપ્ત થઈ શકે. આ માટે આપણે સરકારના કેટલાક ક્ષેત્રોને મજબૂત કરવા પડશે અને તેનું માળખું બદલવાની તૈયારીઓ કરવામાં આવી છે.
ઝેલેન્સ્કીએ તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફને બરતરફ કર્યા
ઝેલેન્સ્કીએ યુક્રેનિયન રાષ્ટ્રપતિની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા આદેશપત્ર અનુસાર પોતાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, રોસ્ટિસ્લાવ શુર્માને પણ બરતરફ કર્યા છે. જેનો પોર્ટફોલિયો અર્થતંત્ર છે.ઝેલેન્સકીના પક્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડેવિડ અરાખમિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ કાર્યાલય મુખ્ય સરકારી પુનર્ગઠનમાંથી પસાર થશે અને અડધાથી વધુ પ્રધાનોની બદલી કરવામાં આવશે.