ઇન્ટરનેશનલ

યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાના 2 શહેરમાં અંધારપટ: 20,000 ઘરમાં વીજળીની અસર

કિવઃ યુક્રેને મોડી રાત્રે રશિયાના પાવર અને થર્મલ પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો. જેના કારણે બે રશિયન શહેરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. આ માહિતી સ્થાનિક રશિયન અધિકારીઓએ આપી હતી.

પ્રાદેશિક ગવર્નર એલેક્ઝાન્ડર ગુસેવે જણાવ્યું કે ડ્રોન હુમલાને કારણે વોરોનેઝના કેટલાક ભાગોમાં અસ્થાયી રૂપે બ્લેકઆઉટ થયું હતું અને હીટિંગ ખોરવાઇ ગઇ હતી. તેમણે કહ્યું કે લગભગ ૧૦ લાખની વસ્તી ધરાવતા શહેર પર રાત્રિ દરમિયાન અનેક ડ્રોન હુમલાઓ નિષ્ફળ કરીને ઇલેક્ટ્રોનિક રીતે જામ કરી દેવામાં આવ્યા હતા.

ડ્રોનનો કાટમાળ પડવાથી એક ઇમારતમાં આગ લાગી હતી. જેને તાત્કાલિક બુઝાવી દેવામાં આવી હતી. આ હુમલામાં એક સ્થાનિક થર્મલ પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રશિયામાં હેલિકોપ્ટર ક્રેશ: દાગેસ્તાનમાં પાંચનાં મોત, ભયાનક વીડિયો વાયરલ

એક મિસાઇલ હુમલાથી બેલ્ગોરોડ શહેરને સપ્લાય કરતી વીજળી અને હીટિંગ સિસ્ટમને પણ ગંભીર નુકસાન થયું છે. જેના કારણે લગભગ ૨૦,૦૦૦ ઘરોને અસર થઇ હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે તેની વાયુસેનાએ બ્રાન્સ્ક, રોસ્તોવમાં ૪૪ યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો.

જો કે મંત્રાલયે વોરોનેઝ અને બેલ્ગોરોડ પ્રાંતનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમજ યુક્રેને કેટલા ડ્રોન છોડ્યા હતા તે પણ જણાવ્યું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા દરરોજ યુક્રેનના ઊર્જા માળખા પર હુમલાઓ કરી રહ્યું છે ત્યારે આ માહિતી સામે આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button