ઇન્ટરનેશનલ

યુક્રેને ક્રિમીઆ બ્રિજ પર ફરી હુમલો કર્યો: રશિયાને મોટા નુકશાનનો દાવો

કિવ: યુક્રેને રવિવારે રશિયા પર ડ્રોન એટેક કરીને 40 રશિયન બોમ્બર જેટ તોડી પાડ્યા હતાં. એવામાં આજે મંગળવારે યુક્રેન સિક્યોરિટી સર્વિસ SBUએ દાવો કર્યો હતો કે તેણે એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે.

દાવા મુજબ SBUએ ત્રીજી વખત ક્રિમિઅન બ્રિજ પર હુમલો (Ukraine blast Crimea Bridge) કર્યો હતો. આ વખતે પુલના અન્ડર વોટર બેઝ પર વિસ્ફોટકો લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પુલને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનોનો દાવો કરવામાં આવ્યો છે. આ પુલને વ્યુહાત્મક રીતે ખુબ જ મહત્વનો માનવામાં આવે છે.

SBU એ જણાવ્યું કે આ ઓપરેશનમાં 1,100 કિલોગ્રામ TNT વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા માટે મહિનાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતાં. આ હુમલામાં ક્રિમિઅન બ્રિજના અન્ડર વોટર સપોર્ટને નુકશાન પહોંચ્યું છે.

આપણ વાંચો: Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો

યુક્રેનના દાવામાં કેટલું તથ્ય?

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 4:44 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી થયેલા નુકસાનની સંપૂર્ણ માહિતી હજુ જાણવા મળી નથી. 19 કિલોમીટર લાંબો પુલ મંગળવારે બપોર સુધીમાં સામાન્ય રીતે કાર્યરત થઈ ગયો હોય તેવું લાગતું હતું.

રશિયન અધિકારીઓએ યુક્રેનના દાવાની પુષ્ટિ કરી નથી. મંગળવારે બ્રિજ ઓપરેટરની સત્તાવાર ટેલિગ્રામ ચેનલે ટ્રાફિકને કામચલાઉ સ્થગિત કરવાની જાણ કરી હતી. સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં, ટ્રાફિક સામાન્ય ફરી શરૂ થઈ ગયો હતો.

આપણ વાંચો: હમાસના ડ્રોન એટેકથી બચવા માટે ઈઝરાયલે કર્યો આ જુગાડ…

ક્રિમીઆ બ્રિજ રશિયા માટે કેમ મહત્વપૂર્ણ?

ક્રિમીઆન બ્રિજને કેર્ચ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ બ્રીજ રશિયા અને ક્રિમીઆને જોડતો એક મહત્વપૂર્ણ રોડ અને રેલ બ્રિજ છે.

2014 માં રશિયાએ ક્રિમીઆ પર કબજો કર્યા બાદ આ બ્રીજ બનાવવા આવ્યો હતો અને તેને રશિયાનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. યુદ્ધ દરમિયાન રશિયાએ આ પુલ મારફતે મોટી માત્રામાં શસ્ત્રો અને સૈનિકો પૂરા યુક્રેન તરફ મોકલ્યા હતાં.

આપણ વાંચો: રશિયાનો યુક્રેન પર 100 મિસાઇલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ચારનાં મોત

અગાઉ પણ બે વાર હુમલા થઇ ચુક્યા છે:

અગાઉ 8 ઓક્ટોબર, 2022 ના રોજ, આ પુલ પર એક ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે મોટી આગ લાગી હતી. જુલાઈ 2023 માં થયેલા હુમલામાં પુલના બે ભાગો નાશ પામ્યા હતા. SBU ચીફે પુષ્ટિ કરી હતી કે આ હુમલા માટે મરીન ડ્રોન ‘સી બેબી’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button