સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, દેશના તમામ નાગરિકોના વિઝા પર મૂક્યો પ્રતિબંધ

ઇસ્લામાબાદઃ એક વર્ષ પહેલાં પાકિસ્તાનને 2 અબજ ડૉલરની મદદ આપનાર સંયુક્ત અરબ અમીરાત (UAE)એ હવે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. યુએઇએ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. યુએઇના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સંસદની સમિતિ સમક્ષ આ મામલે ખુલાસો કર્યો છે કે, હવે યુએઈ પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં આપે. પાકિસ્તાન માટે આ ખૂબ જ દુઃખની વાત છે.
શું પાકિસ્તાની પાસપોર્ટ પર ખાડી દેશોમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવશે?
યુએઇના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની પાસપોર્ટ પર ખાડી દેશોમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી હતી. સીનીટની માનવ અધિકાર મામલાની ફંક્શનલ કમિટીની બેઠકમાં ગૃહ સચિવ સલમાન ચૌધરીએ જણાવ્યું કે, ‘સાઉદી અરેબિયા અને યુએઇએ હાલ પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ જો પ્રતિબંધ લાગ્યો હોત તો તેને હટાવવું ખૂબ મુશ્કેલ બની શકે છે.
હાલમાં યુએઇ ફક્ત સત્તાવાર વાદળી પાસપોર્ટ અને રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા લોકોને જ વિઝા આપી રહ્યું છે. સામાન્ય લીલા પાસપોર્ટ ધરાવતા પાકિસ્તાની નાગરિકોને વિઝા મળી રહ્યા નથી. કમિટીની અધ્યક્ષ સીનીટર સમીના મમતાજ ઝહરી દ્વારા પણ આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી છે.
પાકિસ્તાની નાગરિકો UAEમાં આવીને કાયદાનો ભંગ કરે છે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાકિસ્તાની નાગરિકો UAEમાં જઈને ગુનાખોરી આચરતા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા જુલાઇમાં પાકિસ્તાનીઓના વિઝા પર અચાનક રોક લગાવી દેવામાં આવી હતી. જો કે, બાદમાં પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોસિન નકીવે 11 જુલાઇએ UAEના અધિકારીઓ સાથે મુલાકાત કરી વિઝા નીતિમાં છૂટની માંગ કરી હતી. જેથી એપ્રિલમાં UAE એ સમસ્યાનો ઉકેલ લાવ્યો અને પાકિસ્તાનીઓને 5 વર્ષનો વિઝા આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
જાન્યુઆરીમાં એક સિનેટ સમિતિને જણાવ્યું હતું કે કેટલાક પાકિસ્તાની નાગરિકો UAEમાં ભીખ માંગતા પકડાયા હતા, જેથી ફરી પાકિસ્તાની નાગરિકાના વિઝા પર અનૌપચારિક રોક લગાઈ હતી. UAE, પાકિસ્તાનનો મધ્યપૂર્વમાં સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર રહ્યું છે. જ્યાં લાખો પાકિસ્તાની નાગરિકો કામ કરે છે . તેમ છતાં પણ પાકિસ્તાન પર વિઝા સંકટ વધી રહ્યું છે. UAEએ પહેલાં પાકિસ્તાનને 2 અબજ ડૉલરની મદદ કરી હતી.
આ પણ વાંચો….પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત



