Iran માં સુપ્રીમ કોર્ટના બે જજની જાહેરમાં ગોળી મારીને હત્યા, હુમલાખોરે પણ આત્મહત્યા કરી…
નવી દિલ્હી : ઈરાનની(Iran)રાજધાની તેહરાનમાં એક આશ્ચર્ય ઉપજાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં તેહરાનમાં સુપ્રીમ કોર્ટના બે જજની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેના પગલે લોકોમાં ડર ફેલાયો છે. જેમાં મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ કહેવાતા કટ્ટરપંથી બે જજને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે આ હુમલા બાદ સમગ્ર ન્યાયતંત્ર સ્તબ્ધ થઈ ગયું છે.
આ પણ વાંચો : Corruption Case: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીની મુશ્કેલીમાં વધારો
સુપ્રીમ કોર્ટની ઇમારતની સામે ગોળી મારવામાં આવી
આ અંગે સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે આ ગોળીબારમાં ન્યાયાધીશ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને ન્યાયાધીશ અલી રઝીની માર્યા ગયા છે. જ્યારે આ હુમલામાં એક જજના બોડીગાર્ડને પણ ઈજા પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આ હુમલો કોણે કર્યો તેની ખબર પડે તે પૂર્વે જ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો : એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો, 32 પેલેસ્ટીનિયનના મોત
સુપ્રીમ કોર્ટની ઇમારતની સામે ગોળી મારવામાં આવી
આ બંને જજને તેહરાનમાં સુપ્રીમ કોર્ટની ઇમારતની સામે ગોળી મારવામાં આવી હતી. ઈરાની વિરોધીઓને મૃત્યુદંડની સજા ફટકારવા બદલ અલી રઝીની અને મોહમ્મદ મોગીસેહને જલ્લાદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ અંગે એવું કહેવામાં આવે છે આ બંને જજો ઈરાનમાં વિરોધીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં માટે પ્રખ્યાત હતા. આ પૂર્વે વર્ષ 1999 માં જજ અલી રઝીનીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો.