Video: ન્યૂયોર્કના એરપોર્ટ ડેલ્ટા એરલાઈન્સના બે વિમાનો અથડાયા, એકની પાંખ તૂટી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

Video: ન્યૂયોર્કના એરપોર્ટ ડેલ્ટા એરલાઈન્સના બે વિમાનો અથડાયા, એકની પાંખ તૂટી

ન્યુ યોર્ક: શહેરના લાગાર્ડિયા એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે ડેલ્ટા એર લાઇન્સ બે વિમાનો અથડાયા હતા, જેને કારણે એક વિમાનની પાંખ અલગ થઇ ગઈ હતી. એક વિમાન લાગાર્ડિયાના ગેટ પર ટેક્સીઈંગ કરી રહ્યું હતું ત્યારે તે ડેલ્ટાના બીજા વિમાન સાથે અથડાયું.

સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે, જે બાજુના વિમાનની અંદરથી શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં વિમાની આજુબાજુ ઇમરજન્સી વાહનો ઉભા હોય એવું જોવા મળે છે, એક વિમાનની પાંખને નુકસાન થયલું જોવા મળે છે. અન્ય એક ફોટોમાં જોવા મળે છે કે એક વિમાનના આગળના ભાગને નુકશાન પહોંચ્યું છે. અહેવાલ મુજબ એક વ્યક્તિને ઈજા પહોંચી છે.

એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયોથી જાણવા મળ્યું છે કે બંને વિમાનો ટેક્સીઈંગ કરી રહ્યા હતા ત્યારે એક વિમાનનો નોઝ ભાગ બીજા વિમાનની જમણા પાંખ સાથે અથડાયો હતો. લ્ટા એરલાઇન્સે આ ઘટના અંગે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. અહેવાલો અનુસાર, ડેલ્ટા એરલાઈનની ફ્લાઇટ્સ DL5047 અને DL5155 વચ્ચે અથડામણ થઇ હતી.

https://twitter.com/ferozwala/status/1973599828816044375

કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ લાગાર્ડિયા ન્યુ યોર્ક સિટીનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યાંથી મોટાભાગે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અવાન જવાન કરે છે.

તાજેતરમાં લાગાર્ડિયામાં ઘણી ચિંતાજનક ઘટનાઓ બની છે. માર્ચમાં, લેન્ડિંગના પ્રયાસ દરમિયાન ડેલ્ટા પ્લેનની પાંખ રનવે સાથે અથડાઈ ગઈ હતી, જો કે દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button