ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જેયુઆઇ(એફ)ના બે નેતાની હત્યા…

કરાચીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ(એફ) પાર્ટીના બે નેતાઓની હત્યા કરવામાં આવી હતી. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

ડોન ન્યૂઝના અહેવાલ અનુસાર ઇસ્લામિક કટ્ટરપંથી રાજકીય પક્ષના સ્થાનિક નેતાઓ વડેરા ગુલામ સરવર અને મૌલવી અમાનુલ્લાહ ખુઝદાર જિલ્લાના ઝેહરી વિસ્તારમાં તેમના ઘરે જઇ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર સવાર અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંનેના અનેક વખત ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક નેતાના સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Also read : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પૂર્વે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટઃ છ લોકોનાં મોત…

અધિકારીએ વધુમાં જણાવ્યું કે ઘાયલ વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હત્યારાઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. કોઇ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. અધિકારીઓએ આને લક્ષિત હત્યા ગણાવી છે. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવાઇ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે તબીબી-કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા હતા. જેયુઆઇ(એફ)ના કેન્દ્રીય પ્રવક્તા અસલમ ઘોરીએ આ હુમલાની નિંદા કરી અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button