Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં બે બોમ્બ બ્લાસ્ટ, નવ લોકોના મોત, 25 ઘાયલ…

નવી દિલ્હી : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મંગળવારે સાંજે એક લશ્કરી છાવણીની દિવાલ પાસે બે બોમ્બ વિસ્ફોટ થયા. બે આત્મઘાતી હુમલાખોરોએ છાવણીની દિવાલ તોડવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. જેનાથી અન્ય હુમલાખોરોને કમ્પાઉન્ડ પર હુમલો કરવાની તક મળી હતી. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 25 ઘાયલ થયા. રમઝાનના પવિત્ર મહિનામાં ઇફ્તાર પછી આતંકવાદીઓએ સુરક્ષા વ્યવસ્થા તોડી અને અશાંત પ્રાંતમાં બન્નુ છાવણીને નિશાન બનાવી.
Also read : રશિયાએ 19,556 બાળકનું કર્યું અપહરણઃ ‘સુરક્ષિત’ રીતે પરત કરવાનો મુદ્દો ગાજ્યો
આતંકવાદી હુમલાનો ભય
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં જ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે હાથ મિલાવનાર આતંકવાદી જૂથ જૈશ ઉલ ફુરસાને આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર હુમલાના દ્રશ્યોમાં વિસ્ફોટો પછી આકાશમાં ગાઢ ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. જ્યારે પાછળ ગોળીબારના અવાજો સંભળાતા હતા.
Also read : યુક્રેન મોટી મુસીબતમાં ફસાયું! ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી સહાય બંધ કરી
આત્મઘાતી કાર બોમ્બનો ઉપયોગ
સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલો કરવા તેમજ ધ્યાન ખેંચવા માટે પાંચથી છ આતંકવાદીઓ દ્વારા એક સાથે બે આત્મઘાતી કાર બોમ્બ (SVBIED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ તે જ પ્રાંતના એક મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં તાલિબાન સમર્થક મૌલવી હમીદુલ હક હક્કાની અને ચાર લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા.