દુબઈના રસ્તા પર પાણી ભરાવા અંગે Anand Mahindra અને Sanjiv Kapoor વચ્ચે ટ્વિટ વોર | મુંબઈ સમાચાર

દુબઈના રસ્તા પર પાણી ભરાવા અંગે Anand Mahindra અને Sanjiv Kapoor વચ્ચે ટ્વિટ વોર

યુનાઈટેડ અરબ અમીરાત(UAE)ના કેટલાક પ્રદેશોમાં આખી સિઝનનો વરસાદ ગણતરીના કલાકોમાં જ ખાબકતા ઘણા શહેરોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને UAEની રાજધાની દુબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા(Dubai Flood) હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવામાં સોશિયલ મીડિયા એક્સ પર ખાસા એક્ટીવ રહેતા મહિન્દ્રા ગ્રુપના CEO આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ દુબઈ પૂર અંગે કરેલી પોસ્ટે ચર્ચા જગાવી છે.

આનંદ મહિન્દ્રાએ એક્સ પર દુબઈના રસ્તા પર પાણી ભરાઈ જવા અંગે કરેલી એક પોસ્ટની નેટીઝન્સ તરફથી ટીકા કકરવામાં આવી છે, જેટ એરવેઝના ભૂતપૂર્વ CEO સંજીવ કપૂરે(Sanjiv Kapoor) પણ પોસ્ટનો રિપ્લાય આપ્યો છે. આનંદ મહિન્દ્રા દુબઈની સ્થિતિની મુંબઈ સાથે સરખામણી કરી અને સંજીવ કપૂરે આ સરખામણીને અયોગ્ય ઠેરવી હતી.

દુબઈના રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય એવો વિડીયો શેર કરી આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, “ના, આ મુંબઈ નથી, દુબઈ છે.”

આનંદ મહિન્દ્રાની પોસ્ટને રીપોસ્ટ કરતાં સંજીવ કપૂરે લખ્યું કે, “આ અયોગ્ય સરખામણી છે. દુબઈનું નિર્માણ આવા ભારે વરસાદ માટે કરવામાં આવ્યું નથી. જો મુંબઈમાં અચાનક ભારે હિમવર્ષા થાય તો શું થાય! દેખીતી રીતે જ મુંબઈ હિમવર્ષાની સંભાળવા નથી બન્યું, આ રીતે સરખામણી કરી જુઓ. શું ઓસ્લો(નોર્વેની રાજધાની)ના લોકો હિમવર્ષાથી બેહાલ બોમ્બેની મજાક ઉડાવશે?”

ત્યાર બાદ વધુ એક પોસ્ટ કરી સંજીવ કપૂરે લખ્યું કે, “ઠીક છે, કદાચ તમે દુબઈની મજાક નથી ઉડાવી રહ્યા. જો કે, મુદ્દો એ છે કે દુબઈ ભારે વરસાદ માટે બાંધવામાં આવ્યું નથી, પછી ભલે તે વરસાદના સ્ત્રોત ગમે તે હોય. આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને માટે શહેરોનું નિર્માણ કરવું અસંભવિત છે.”

આનંદ મહિન્દ્રાની પોસ્ટને લગભગ 10 લાખ વ્યૂઝ મળ્યા છે, અને સંખ્યા વધી રહી છે. નેટીઝન્સ પણ આ ચર્ચામાં ભાગ લઇ રહ્યા છે.

કોઈએ લખ્યું કે “પણ સર, દુબઈ કરતાં મુંબઈમાં આવું વધુ બને છે,”

કોઈએ લખ્યું કે “પરંતુ તફાવત એ છે કે, ગઈ કાલે અબુ ધાબી સહિત યુએઈમાં સર્વત્ર પાણી ભરાયા હતા. આજે સવારે, અબુ ધાબીમાં જીવન સામાન્ય થઈ ગયું છે. 95% પાણી સુકાઈ ગયા છે, અને રસ્તાઓ સાફ છે.”

સંબંધિત લેખો

Back to top button