તુર્કીયેના જંગલમાં લાગી આગઃ 250થી વધુ લોકોનું સ્થળાંતર, આગ પર કાબૂ મેળવવા જહેમત

તુર્કીયેઃ ઉત્તરપશ્ચિમ તુર્કીયેમાં ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ સાથે ગેલિપોલી દ્વીપકલ્પ પર જંગલમાં લાગેલી આગ હોવાથી જનજીવન ખોરવાયું છે. જંગલમાં લાગેલી ભીષણ કારણે રાત્રે 250થી વધુ રહેવાસીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આગ સતત આગળ વધી રહી છે. જેથી અગ્નિશામકો દ્વારા અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે. આગ એટલી વિકરાળ છે કે, તેના પર કાબૂ લેવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.
250થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા
આ આગ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે ચાનાક્કલે પ્રાંતમાં આગ શરૂ થઈ હતી અને તેજ પવનને કારણે ગેલિબોલુ નજીકની ટેકરીઓ પર ઝડપથી ફેલાઈ હતી. સાવચેતી રૂપે પાંચ ગામોના 251 લોકોને સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના વીડિયો જોતા આગ કેટલી ભયાનક હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો: મેક્સિકોના ૧૫ રાજ્યનાં જંગલમાં આગ
વિમાનો અને હેલિકોપ્ટર પણ આગને કાબૂમાં લેવા મેદાનમાં
ફાયર વિભાગના કર્મચારીઓએ ગઈ કાલથી આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે. આગે કાબૂમાં લેવા માટે એરસપોર્ટ પણ લેવામાં આવ્યું છે. અત્યારે 12 વિમાનો અને 18 હેલિકોપ્ટર અને 900 સૈનિકોના ગ્રાઉન્ડ ઓપરેશનમાં ફરી જોડાયા છે. આગ વધારે ફેલાઈ શકે તેમ હોવાથી 2,000 લોકોને સ્થળાંતરીત કરાવવામાં આવ્યા છે. જેમાંથી અત્યારે લગભગ 80 લોકોને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ લોકોની સ્થિતિ અત્યારે નાજૂક હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.
તુર્કીયેના જંગલોમાં 192 વખત આગ લાગી
યુરોપિયન ફોરેસ્ટ ફાયર ઇન્ફર્મેશન સિસ્ટમના ડેટા પ્રમાણે એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. આ રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે તુર્કીયેના જંગલોમાં 192 વખત આગ લાગી હોવાની ઘટનાઓ બની છે. આગની આ ઘટનાઓમાં 1,10,373 હેક્ટરથી વધુ જંગલો બળી ગયા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે માનવ સર્જિત પ્રવૃત્તિઓના કારણે આબોહવા પરિવર્તન થઈ રહી છે, જેથી જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. એટલા માટે આ જોખમો ઘટાડવા પગલાં લેવા ખૂબ જ આવશ્યક છે.