Turkey માં આતંકી હુમલો, એરોસ્પેસને બનાવી નિશાન
ગુરુવારે તુર્કીમાં આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ એરોસ્પેસ અને ડિફેન્સ કંપની TUSAS ને નિશાન બનાવી હતી. આતંકી હુમલા અને ગોળીબારમાં ત્રણથી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
તુર્કીના ગૃહમંત્રીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે બુધવારે તુર્કીની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની TUSASના પરિસરમાં થયેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. હુમલા પાછળ કોણ હોઈ શકે તે સ્પષ્ટ નથી. કુર્દિશ આતંકવાદીઓ, ઇસ્લામિક સ્ટેટ જૂથ અને ડાબેરી ઉગ્રવાદીઓએ અગાઉ દેશમાં હુમલાઓ કર્યા છે.
રિપોર્ટ અનુસાર, સુરક્ષા કર્મચારીઓની બદલી દરમિયાન હુમલાખોરોનું એક જૂથ ટેક્સીમાં સંકુલના પ્રવેશદ્વાર પર પહોંચ્યું હતું. એક હુમલાખોરે બોમ્બ વિસ્ફોટ કર્યો, જ્યારે અન્ય હુમલાખોરોએ સંકુલમાં ગોળીબાર ચાલુ રાખ્યો હતો. સુરક્ષા દળો, એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કર્મચારીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે
આ પણ વાંચો : 5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા
#BREAKING Explosion outside Turkish Aerospace HQ near Ankara: media pic.twitter.com/eOynM89ZcC
— AFP News Agency (@AFP) October 23, 2024