ઇન્ટરનેશનલ

તુર્કીયેના પરફ્યૂમ ડેપોમાં લાગી ભચાનક આગ, 6 લોકો જીવતા ભડથું

ઇસ્તંબુલ, તુર્કીયેઃ ઉત્તર-પશ્ચિમ તુર્કિયેમાં આવેલી એક પરફ્યૂમ ડેપોમાં ભચાનક આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આગ એટલી ભયાનક હતી કે, તેમાં 6 લોકો જીવતા ભડથું થઈ ગયાં છે, આ સાથે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગ લાગ્યા બાદ લોકોએ સત્વરે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સૂચના મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અત્યારે લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

આગ લાગી ત્યારે વિસ્ફોટ થયો હોય તેવો અવાજ આવ્યો

સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે જ્યારે આગ લાગી ત્યારે વિસ્ફોટ થયો હોય તેવો અવાજ આવ્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. અત્યાર સુધીમાં 6 લોકોનું અકાળે મોત થયું છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. કોકેલી પ્રાંતમાં આવેલા પરફ્યૂમ ડેપોમાં શા કારણે આગ લાગી તેનું સ્પષ્ટ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો

તુર્કીયેના અધિકારીઓએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, પરફ્યુમ ડેપોમાં સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક ઇમરજન્સી ટીમો અને અગ્નિશામકોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોકેલી પ્રાંતના ગવર્નર ઇલ્હામી અક્તાસે પણ વિગતો આપી હતી. ગવર્નર ઇલ્હામી અક્તાસે કહ્યું કે, આગની આ ઘટનામાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button