ઇન્ટરનેશનલ

ઈઝરાયલ સામે યુદ્ધ કરવા હમાસને કોણે પૂરા પાડ્યા હથિયારો? આ રહ્યું સત્ય…

ઈઝરાયલ પર હુમલા માટે ઉત્તર કોરિયાએ હમાસને હથિયારો પૂરા પાડ્યા હતા? એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે અને કેટલાક પુરાવા અને વાતોનો આધાર લઈને દક્ષિણ કોરિયાના નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે હમાસને ઉત્તર કોરિયા દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. ઉત્તર કોરિયાના હથિયારો પર નજર રાખનારા દક્ષિણ કોરિયાના બે એક્સપર્ટને ટાંકીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હમાસે સાતમી ઓક્ટોબરના હુમલા માટે ઉત્તર કોરિયાના એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને ખભા પર લઈને ચલાવી શકાય એવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રોકેટ પ્રોપેલ્ડ ગ્રેન્ડ લોન્ચર એક જ વોરહેડથી ફાયર કરે છે અને એને તરત જ બીજી વખત લોડ કરી શકાય છે. એમાં પણ ખાસ કરીને ગેરિલ્લા પદ્ધતિથી ખેલાયેલા યુદ્ધમાં એ એક મુલ્યવાન જણસ તરીકે કામ કરે છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે ઉત્તર કોરિયાએ એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ સીરિયા, ઈરાકસ લેબનોન અને ગાજા પટ્ટીને સપ્લાય કર્યા હતા.
નિષ્ણાતોનું એવું માનવું છે કે ઉત્તર કોરિયાએ હંમેશાથી પેલેન્સ્ટાઈન ગ્રુપને સમર્થન આપ્યું છે.


સ્મોલ આર્મ્સ સર્વેના એક વરિષ્ઠ સંશોધક મેટ શ્રોએડરે જણાવ્યું હતું કે રોકેટ હમાસે રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ અને લોન્ચર સાથે પોતાના યોદ્ધાનો ફોટો શેર કર્યો છે, જેને કારણે વોરહેડ પર એક લાલ પટ્ટી જોવા મળી છે એકદમ એફ-7 જેવું જ છે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે ઉત્તર કોરિયાએ હથિયારો હમાસ પાસે જોવા મળે એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ છે જ નહીં. એફ-7 રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડને બુલેટપ્રુફ વાહનને બદલે એના આકાર અને પેલોડને ધ્યાનમાં લેતા સૈન્યની છાવણીઓને નષ્ટ કરવા માટે કરી શકાય છે.

મંગળવારે પત્રકારો સાથે દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે ખાસ કરીને એફ-7ની ઓળખ ઉત્તર કોરિયાના હથિયારોમાંથી એક તરીકે કરી છે. તેમનું એવું માનવું છે કે હમાસે હુમલામાં આ જ હથિયારનો ઉપયોગ કર્યો હતો.
જોકે, ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા આ દાવાને રદીયો આપવામાં આવ્યો છે.


ઉત્તર કોરિયાએ આ અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું અને તેણે એવો દાવો પણ કર્યો હતો કે તે એના વિશે જુઠાણા અને અફવા ઉડાવી રહ્યું છે. ઉત્તર કોરિયાએ હમાસને માત્ર રોકેટ જ નહીં પણ અન્ય હથિયારો પણ પૂરા પાડ્યા હતા. હમાસના યોદ્ધાના પ્રમોશનલ વીડિયોમાં તેઓ ઉત્તર કોરિયાના બુલ્સે ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ સાથે પણ જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button