ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ટ્રમ્પના અધિકારીઓ દ્વારા એક મોટી ભૂલ થઈ હતી. યમનના હૂતી વિદ્રોહીઓ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો એકશન પ્લાન લીક થયો હતો. ટ્રમ્પ સરકારે હૂતી વિદ્રોહીઓ પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેના સિગ્નલ ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં ધ એટલાંટિક મેગેઝીનના ચીફ એડિટર જેફરી ગોલ્ડબર્ગ પણ સામેલ હતા.

ધ એટલાંટિકના ચીફ એડિટરે દાવો કર્યો કે ટ્રમ્પના રક્ષા સચિવ સહિત કેટલાક અધિકારીઓ દ્વારા આ હુમલા સંબંધિત મહત્ત્તવની વાતો શેર કરવામાં આવી હતી. આ ગ્રુપમાં રક્ષા સચિવ પીટ હેગસેથ, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેંસ, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વૉલ્ટ્ઝ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ હતા.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા આ જાણકારી સચોટ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. ઘટના અંગે ડોનાલ્ડ ટ્રમ્પે તેને કંઈ માહિતી ન હોવાનું રટણ કર્યું હતું. જોકે બાદમં તેઓ આને લઈ મજાક કરતા નજરે પડ્યા હતા. આ મેસેજમાં અનેક પ્રકારની ડિટેલ સામે હતી. જેમાં યમનમાં ઈરાન સંબંધિત હુતી વિદ્રોહીઓ પર હુમલા, ટાર્ગેટ, હથિયારોની તૈનાતી અને હુમલાના ક્રમ જેવી સંવેદનશીલ વાતોનો ઉલ્લેખ હતો.

આ પણ વાંચો…ફેમિલી ફ્લોટર પ્લાનની કવરેજની રકમ ક્યારે વધારવી?

પ્રવક્તા બ્રાયન હ્યુજે સિગ્નલ ગ્રુપ ચેટ અસલી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું રિપોર્ટ કરવામાં આવેલું થ્રેડ પ્રામાણિક લાગ છે. અજાણ્યા નંબરને ગ્રુપમાં કોણે જોડ્યો તેની અમે સમીક્ષા કરી રહ્યા છીએ.

આ પણ વાંચો…Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button