ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પની ટેરિફ તલવાર: 14 દેશો પર લગાવ્યો ભારે ટેક્સ, ભારત માટે પણ કરી મોટી જાહેરાત

વોશિંગ્ટન: સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે 14 દેશોને ટેરિફ લેટર મોકલીને આયાત પર નવા ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ આગામી 1 ઓગસ્ટથી લાગુ થશે. જોકે, ભારતને આ ટેરિફથી મુક્તિ આપવામાં આવી છે, અને ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર સોદાની નિકટતા વિશે આશાવાદ વ્યક્ત કર્યો છે. આ પગલું વૈશ્વિક અર્થતંત્ર પર નોંધપાત્ર અસર કરી શકે છે.

ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25% ટેરિફ લાદ્યો છે, જ્યારે મ્યાનમાર અને લાઓસ પર 40%, દક્ષિણ આફ્રિકા પર 30%, અને મલેશિયા, કઝાકિસ્તાન, ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, કંબોડિયા અને થાઇલેન્ડ પર 25થી 36% ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે આ દેશો સાથે સોદો થવાની શક્યતા ઓછી લાગે છે, તેથી ટેરિફ લેટર મોકલવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ટેરિફ પછી કેટલાક દેશો પોતાની નીતિઓમાં ફેરફાર કરી શકે છે, પરંતુ તેના માટે વાજબી કારણ જરૂરી છે.

ભારત-અમેરિકા વેપાર સોદો હજુ અધરમાં છે. અમેરિકા ભારતને કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર ટેરિફ ઘટાડવા અને ઓટો સેક્ટર સહિતના ક્ષેત્રોમાં બજાર ખોલવાની માગ કરી રહ્યું છે. બીજી તરફ, ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રે કોઈ સમજૂતી નહીં કરવાનું સ્પષ્ટ કર્યું છે. આ મુદ્દાઓને કારણે સોદો અટકી પડ્યો છે.

આ ઉપરાંત ચીન અને બ્રિટન સાથે વેપાપ સોદો પૂર્ણ કર્યા હોવાનો પણ ખુલાસો ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પના મતે, અમે જે દેશોને ટેરિફ લેટર મોકલ્યા છે તેમની સાથે પણ મુલાકાત કરી છે અને અમને નથી લાગતું કે અમે કોઈ સોદો કરી શકીશું, તેથી તેમને એક પત્ર મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં, અમે અન્ય દેશોને પણ પત્રો મોકલી રહ્યા છીએ, જેમાં તેમને જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે કેટલો ટેરિફ ચૂકવવો પડશે. આ નવા ટેરિફ વૈશ્વિક વેપારમાં નવા પડકારો ઊભા કરી શકે છે, ખાસ કરીને નાના અર્થતંત્રો માટે. ઉલ્લેખનીય છે કે, જો વેપાર સોદો સફળ થાય તો ભારત માટે આ એક તક હોઈ શકે છે.

આ પણ વાંચો…ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવ્યું, વધારાના 10% ટેરિફની ધમકી આપી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button