પ્રમુખપદ દરમિયાન ‘Donald Trump’ વિદેશી સરકારો પાસેથી મોટી રકમ લીધી હતી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રમુખપદ દરમિયાન વિદેશી સરકારો અને 20 દેશોના અધિકારીઓ પાસેથી ઓછામાં ઓછા $7.8 મિલિયનની કમાણી કરી હતી. તેનો મોટો ભાગ ચીનમાંથી આવ્યો હતો, પરંતુ સાઉદી અરેબિયા, કતાર અને અન્યો દેશો પાસેથી પણ રકમ વસુલવામાં આવી હતી. આ અન્ય દેશોમાં ભારત પણ સામેલ છે, એમ હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
વ્હાઈટ હાઉસ ફોર સેલ નામના અહેવાલમાં જણાવાયું છે કે, “પ્રમુખ તરીકે, ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી રાજ્યો અને તેમના નેતાઓ પાસેથી USD7.8 મિલિયનથી વધુની રકમ સ્વીકારી છે.” રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે “સાઉદી અરેબિયાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન માત્ર (ટ્રમ્પ વર્લ્ડ ટાવર) અને માર્ચ 2018માં વોશિંગ્ટનમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલમાં રોકાણ દરમિયાન ઓછામાં ઓછા USD615,422ની રકમની ચૂકવણી કરી હતી.
હાઉસ ઓવરસાઇટ કમિટીના રેન્કિંગ સભ્ય, રેપ. જેમી રાસ્કિને જણાવ્યું હતું કે આ માહિતી દર્શાવે છે કે ટ્રમ્પે બંધારણની વિદેશી ઇમોલ્યુમેન્ટ કલમનું ઉલ્લંઘન કર્યું છે, જે રાષ્ટ્રપતિને વિદેશી સરકારો અને રાજાઓ પાસેથી “કોઈપણ પ્રકારની ભેટ” સ્વીકારવા પર પ્રતિબંધ મૂકે છે. જો તેમણે આવી કોઇ ભેટ સ્વીકારવી હોય તો અમેરિકન Senate House of Representativesની સંમતિ લેવી આવશ્યક છે.
અહેવાલ મુજબ આ દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીના એપાર્ટમેન્ટ્સ અને હોટલમાં રહેવા માટે વોશિંગ્ટન, ડીસી, લાસ વેગાસ અને ન્યુ યોર્ક સિટીમાં ટ્રમ્પનીની હોટલ સહિત માલિકીની અન્ય મિલકતોને મોટી રકમ ચૂકવી હતી. ટ્રમ્પને સૌથઈ વધુ રકમની ચૂકવણી ચીને અને ત્યાર બાદ સાઉદી અરેબિયાએ 2017 થી 2020 દરમિયાન 6,15,400 અમેરિકન ડૉલરની ચૂકવણી કરી હતી. નોંધનીય છે કે ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકે 2017 માં સાઉદી અરેબિયા સરકાર સાથે $ 100 બિલિયનથી વધુ મૂલ્યના શસ્ત્ર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
અમેરિકાના વિરોધ પક્ષ ડેમોક્રેટ્સે જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમના શાસન કાળ દરમિયાન 7.8 મિલિયન ડોલરની વિદેશી રોકડ લીધી હતી. હવે તેઓ જો સત્તા પર આવે તો તેઓ ફરીથી આવુ કરી શકે છે, જે અમેરિકાના હિતમાં નથી.