અમેરિકાનું નાણાકીય ભવિષ્ય જોખમમાં! દરેક પરિવાર પર 1.96 કરોડ રૂપિયાનું દેવું, અર્થશાસ્ત્રીઓએ આપી ચેતવણી
સબ ટાઈટલઃ રે ડાલિયોએ ચેતવણી આપી કે, ટ્ર્મ્પને બજેટ માત્ર અમેરિકા જ નહીં પરંતુ આખી દુનિયાને મંદીમાં ખીંચી શકે છે

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાને આપણે સૌ મહાસત્તા અને વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે અમેરિકા પર કેટલું દેવું છે? અમેરિકામાં પ્રત્યેક પરિવાર પર કેટલા રૂપિયા દેવું છે? આનો આંકડો ખરેખર હેરાન કરી દે તેવો છે. જેને લઈને અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વાકાંક્ષી બિલ ‘વન બ્યુટીફુલ બિલ’ ગઈકાલે 4 જુલાઈના રોજ સેનેટમાં પસાર થયું હતું. આ બિલ પસાર થયા પછી, એવો અંદાજ છે કે તેને લાગુ કરવા માટે 3.4 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કરવા પડશે, જેનાથી અમેરિકાની રાજકોષીય ખાધ વધશે.
ટ્રમ્પ ભલે આ બિલની પ્રશંસા કરી રહ્યા હોય, પરંતુ અમેરિકામાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો તેને રોકવામાં નહીં આવે તો તે અમેરિકન પરિવારો અને વૈશ્વિક અર્થતંત્રને મોટી સમસ્યાઓનો સામનો કરવા મજબૂર કરી શકે છે.
આપણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું નવમી જુલાઈ પહેલા થશે જાહેરાત?
વર્તમાનમાં અમેરિકાના પ્રત્યેક પરિવાર પર 2.30 લાખ ડોલરનું દેવું છે
અમેરિકામાં અત્યારે પ્રત્યેક પરિવાર પર સરેરાશ 2 લાખ 30 હજાર ડોલરનું દેવું છે. 2025 સુધીમાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું દેશના કુલ GDPના લગભગ 100 ટકા જેટલું છે, જ્યારે આ દેવું સરકારની વાર્ષિક આવક કરતા લગભગ 6 ગણું વધારે છે.
મોટા રોકાણકારોએ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલને મોટો બોજ ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિ તરીકે છેલ્લા ટર્મ છે. પરંતુ તેમના નિર્ણયો અમેરિકા માટે હાનિકારક છે.
આપણ વાંચો: અમેરિકાનો સ્વતંત્રતા દિવસ: ગુલામ અમેરિકા કેવી રીતે દાદાગીરી કરતો દેશ બની ગયું?
ડ્રમ્પના બજેટથી અમેરિકા પોતે જ આર્થિક સંકટમાં ફસાઈ જશે
અમેરિકાના પ્રખ્યાત રોકાણકાર અને બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયોએ યુએસ સરકારના નવા બજેટ બિલ અંગે ગંભીર ચેતવણી વ્યક્ત કરી છે. કારણે આ બજેટથી અમેરિકા પોતે તો આર્થિક સંકટમાં ફસાઈ જશે પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. વધુમાં કહ્યું કે, અમેરિકા વાર્ષિક 7 ટ્રિલિયન ડોલર ખર્ચ કરવાનો વિચારે કરે છે.
જ્યારે તેની આવક માત્ર 5 ટ્રિલિનયન ડોલરની આસપાસ જ છે. એટલે કે અમેરિકાને વાર્ષિક 2 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનું છે. જેના કારણે અમેરિકા પર દેવું વધશે. એટલું જ નહીં પરંતુ પ્રત્યેક અમેરિકી પરિવાર પર પણ દેવું વધવાનું છે.
આપણ વાંચો: પાકિસ્તાનનો અમેરિકા પ્રેમ: ચીની હથિયારોથી મોહભંગ, હવે US ટેકનોલોજીની શોધમાં?
હવે એસ સરકાર પાસે ફક્ત ત્રણ જ કઠિન વિકલ્પો છે!
રે ડાલિયોના ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ કટોકટીનો સામનો કરવા માટે યુએસ સરકાર પાસે ફક્ત ત્રણ જ કઠિન વિકલ્પો છે. સરકારી ખર્ચમાં ઘટાડો કરવો, કરમાં ભારે વધારો કરવો, નોટો છાપવી, જેનાથી ડોલરનું મૂલ્ય ઘટશે અને ફુગાવો વધશે.
વ્યાજ દર કૃત્રિમ રીતે ઓછા રહેશે. પરંતુ નોટો છાપવાનો નિર્ણય બોન્ડ ધારકો માટે વિનાશક બની શકે છે, કારણ કે આનાથી તેમના રોકાણનું મૂલ્ય ઘટશે અને યુએસ ટ્રેઝરી માર્કેટ પર ઊંડી અસર પડશે. જો આવું કરવામાં આવે છે તો વૈશ્વિક સ્તરે ડોલરની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે.
યુએસ ટ્રેઝરી માર્કેટ એ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા માટે અતિ મહત્વનો ભાગ છે. જો તે કમજોર પડી તો તેની અસર વિશ્વભરના અર્થતંત્રને પડશે. મહત્વની વાત એ છે કે, આના કારણે ભારતને પણ અસર થવાની છે. તેનો અર્થ એ થયો કે, અમેરિકાના રાષ્ટ્રપતિનો નિર્ણય વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે.
આપણ વાંચો: શું ટ્રમ્પની ટેરિફનીતિ અમેરિકા પર જ ભારે પડશે? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
અમેરિકામાં પ્રત્યેક પરિવાર પરનું દેવું 7.5 ગણું વધી જશે?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડાલિયોએ યુએસ સરકારને સૂચન કર્યું છે કે, તાત્કાલિક અસરથી તેના બજેટ ખાધ GDP ના 7% થી ઘટાડીને 3% કરવી જોઈએ. આ માટે ખર્ચમાં ઘટાડો, કર સુધારા અને નાણાકીય નીતિઓમાં સંતુલન જરૂરી છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારી કટોકટી ઊંડી અને પીડાદાયક હોઈ શકે છે.
અમેરિકા અનેક દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે. અમેરિકામાં અત્યારે પ્રત્યેક પરિવાર પર 2.30 લાખ રૂપિયાનું દેવું છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો આગામી 10 વર્ષમાં આ દેવું 7.5 ગણું વધી જશે. GDPના 130% અને પ્રતિ પરિવાર પર 4 લાખ 25 હજાર ડોલર એટલે કે લગભગ 3.63 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.