ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન સંઘર્ષને લઈ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- પુતિન – ઝેલેન્સ્કી એકબીજાને કરે છે નફરત

વોશિંગ્ટન ડીસીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેનદ આપ્યું છે. તેણે કહ્યું કે, પુતિન અને ઝેલેન્સ્કી એકબીજાને નફરત કરે છે. તેઓ બંને દેશો વચ્ચે સંઘર્ષને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, ઝેલેન્સ્કી અને પુતિન એકબીજાને નફરત કરે છે અને મામલો ખુબ મુશ્કેલ થઈ રહ્યો છે. મને લાગે છે કે અમે સમજૂતીથી એકદમ નજીક પહોંચી ગયા છીએ અને તેને ઉકેલવાનો સારો મોકો છે. મેં પુતિનને કીવ અને બીજા શહેરો પર એક સપ્તાહ સુધી ગોળીબાર ન કરવા વિનંતી કરી છે, જેના પર તેમણે સહમતિ પણ વ્યક્ત કરી છે.

આ ઉપરાંત ટ્રમ્પે જણાવ્યું, ઘણા લોકો કહેતા હતા કે ફોન ન કરો, તેઓ તેમારી વાત નહીં માને. ટ્રમ્પે તેમની વિનંતીનું કારણ જણાવતા કહ્યું, આ વિસ્તારમાં હાલ ભયંકર ઠંડી પડી રહી છે. જે અસાધારણ છે. અહીં રેકોર્ડ તોડ ઠંડી નોંધાઈ છે. તેમણે વોશિંગ્ટનમાં પડી રહેલી ઠંડીની તુલના કરીને કહ્યું, ઠંડીને જોતા તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને કીવ અને અન્ય શહેરો પર એક અઠવાડિયા સુધી ગોળીબાર ન કરવા વિનંતી કરી હતી.

જોકે ટ્રમ્પની વિનંતીને રશિયા ઘોળીને પી ગયું હોય તેમ દક્ષિણ જપોરિઝિયા વિસ્તારમાં રાત દરમિયાન ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ઝેલેન્સ્કીએ રશિયા હજુ પણ મોટો હુમલો કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો રશિયન તેલના વિકલ્પે ભારત હવે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદશે: અમેરિકાએ આપી લીલી ઝંડી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button