શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને આપશે 30 અબજ ડોલર? ઈઝરાયેલે આપી આ પ્રતિક્રિયા…

તેલ અવીવ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૂર બદલાઈ ગયો છે. ઈરાની અધિકારીઓ અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ સૂત્રોએ માહિતી આપી છે કે અમેરિકા ઈરાનના નાગરિક ઉર્જા પરમાણુ કાર્યક્રમ માટે 20 થી 30 અબજ ડોલર આપશે અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં પણ રાહત આપી શકે છે. આ દરમિયાન ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝ તરફથી એક નિવેદન આવ્યું છે.
ઈરાનને આ મદદ અરબ દેશોમાં તેના મિત્રો દ્વારા પૂરી પાડશે
ઈઝરાયલી સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે ઈઝરાયલને ખબર નથી કે યુરેનિયમ ભંડાર ક્યાં છે, પરંતુ જો જરૂર પડશે તો તે ફરીથી ઈરાન પર હુમલો કરશે. અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો અને લાંબા અંતરની મિસાઈલો વિકસાવવાની મંજૂરી આપીશું નહીં.ટ્રમ્પ વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનને સીધા પૈસા નહીં આપે પરંતુ તે ઈરાનને આ મદદ અરબ દેશોમાં તેના મિત્રો દ્વારા પૂરી પાડશે.

ખામેનીને મારવાનો લક્ષ્ય હતો
કાત્ઝે એ પણ સ્વીકાર્યું કે ઇઝરાયલને ઇરાનના બધા સમૃદ્ધ યુરેનિયમનું સ્થાન ખબર નથી. પરંતુ દાવો કર્યો હતો કે તેમના લશ્કરી હુમલાઓએ તેહરાનની સંવર્ધન ક્ષમતાઓનો નાશ કર્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ખામેનીની હત્યા કરવા વિશે કહ્યું, જો ખામેનીને અમારી પહોંચમાં હોત તો અમે તેમને મારી નાખ્યા હોત. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.
યુદ્ધ દરમિયાન ખામેનીને જીવ જોખમમાં હતો
કાત્ઝે કહ્યું, ‘ઇઝરાયલ ખામેનીને મારવા માંગતું હતું. પરંતુ તેમને તેમ કરવાની તક મળી ન હતી.જ્યારે કાત્ઝને પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલે અમેરિકા પાસેથી પરવાનગી માંગી છે. ત્યારે તેમણે જવાબ આપ્યો આ બાબતો માટે અમને કોઈની પરવાનગીની જરૂર નથી. ખામેનીને વિશે તેમનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન ખામેનીને જીવ જોખમમાં હતો.
ઈરાની પરમાણુ કાર્યક્રમને નોંધપાત્ર નુકસાન
તાજેતરના દિવસોમાં જાહેર ચર્ચા થઈ છે કે શું હુમલાઓથી ઈરાની પરમાણુ કાર્યક્રમને નોંધપાત્ર નુકસાન થયું છે, કેટલાક અંદાજો સૂચવે છે કે ઈરાન મહિનાઓમાં પરમાણુ શસ્ત્રો મેળવવાના માર્ગ પર છે. કાત્ઝ અને અન્ય ઇઝરાયલી અને યુએસ અધિકારીઓ માને છે કે ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમને વર્ષો લાગશે, પણ ઇઝરાયલ એવું થવા દઈશું નહીં.