ટેરિફ નીતિના કારણે રોકાયું ભારત પાકિસ્તાનનું યુદ્ધ, ટ્રમ્પે કર્યો ફરી પોકળ દાવો...
Top Newsઇન્ટરનેશનલ

ટેરિફ નીતિના કારણે રોકાયું ભારત પાકિસ્તાનનું યુદ્ધ, ટ્રમ્પે કર્યો ફરી પોકળ દાવો…

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે, ત્યારથી વિવાદોનું કેન્દ્ર બન્યા છે. જેમાં સૌથી વધુ વિવાદીત તેમના નિવેદનો રહ્યા છે. ટ્રમ્પના પ્રમાણે તેની ટેરિફ નીતિને કારણે વિશ્વમાં ઘણા યુદ્ધ રોકાય છે. તેના મતે ટ્રમ્પે વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મુખ્ય ભુમિકા ભજવી છે. આ દાવો એક સામાન્ય વેપારી નિર્ણયને વૈશ્વિક શાંતિનું હથિયાર બનાવીને રજૂ કરે છે.

ટ્રમ્પે તાજેતરમાં પોતાની ટેરિફ નીતિ પર પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, જો આ અધિકાર ન હોત તો સાતમાંથી ઓછામાં ઓછા ચાર યુદ્ધો ભડકાઈ જ ગયા હોત. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને તેઓએ કહ્યું કે બંને દેશો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હતા. તેઓએ વધુ કહ્યું કે, તેમની કડક ટેરિફ નીતિની વાતચીતએ આ યુદ્ધ ટાળવામાં મદદ મળી હતી. આ દાવો તેમની વેપારી રીતને યુદ્ધ વિરોધી શસ્ત્ર તરીકે રજૂ કરે છે.

ટ્રમ્પે આ વાતને યુનાઈટેડ નેશન્સની મહાસભામાં પણ પુનરાવર્તિત કરી, જ્યાં તેઓએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ સાત મહિનામાં સાત યુદ્ધોને અટકાવ્યાનો દાવો કર્યો હતો. સપ્ટેમ્બરમાં આપેલા ભાષણમાં તેઓએ કહ્યું કે, આ દાયકાઓથી ચાલતા વિવાદો હવે શાંતિ તરફ વળ્યા છે. વધુમાં, તેઓએ પોતાને નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર તરીકે પણ રજૂ કર્યા હતા.

ટ્રમ્પ વહીવટે જુલાઈમાં એક પ્રેસ બ્રીફિંગમાં આ યુદ્ધો અટકાવનારા દેશોની વિગતવાર યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ફોન કોલ્સ, વેપારી કરારો, ટેરિફ અને મધ્યસ્થી જેવા હથિયારોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, આ બધા દ્વારા વિવાદોનું સમાધાન થયું. યાદીમાં ભારત-પાકિસ્તાન, ઇઝરાયલ-ઇરાન, થાઇલેન્ડ-કંબોડિયા, રવાંડા-ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સર્બિયા-કોસોવો, આર્મેનિયા-અઝરબૈજાન અને મિસર-ઇથિયોપિયા જેવા વિસંગતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…ટ્રમ્પની ભારતીય વિદ્યાર્થીઓ પર તવાઈ, યુનિવર્સિટીઓને મેમો મોકી શું કર્યું તઘલખી ફરમાન ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button