ટ્રમ્પનો ખુંખાર ચહેરોઃ ઈરાનને આપી ખુલ્લી ધમકી, ગાઝા પટ્ટી માટે કહી મોટી વાત…
વોશીંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી દરમિયાન રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યપૂર્વમાં ઘણા મહિનાઓથી ચાલી રહેલા તણાવનું નિરાકરણ લાવવાની વાત (Donald Trump about Middle East) કરી હતી. પરંતુ હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે ત્યારે તેઓ બળતામાં ઘી હોમવાની કામ કરી રહ્યા હોય એવું લાગે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે, ત્યારે ટ્રમ્પે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે અમેરિકા દેશ ગાઝા પટ્ટી પર કબજો કરી (US will own Gaza) લેશે. આ ઉપરાંત ટ્રમ્પે ઈરાન પર હુમલાની પણ ચેતવણી આપી દીધી.
Also read : કેનેડામાં પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોંના ઘર પર ફાયરિંગ, જાણો કોણે લીધી જવાબદારી
પેલેસ્ટિનિયનોને બહાર કાઢશે:
ટ્રમ્પે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ, ગાઝા પટ્ટી પર કબજો કરશે. જ્યાં સુધી પેલેસ્ટિનિયનોને અન્ય જગ્યાએ વસાવવામાં આવશે. અમેરિકા ગાઝાનો વિકાસ કરશે અને તેને પોતાના નિયંત્રણમાં લેશે.
ટ્રમ્પે કહ્યું કે, “જો જરૂર પડશે તો અમે ગાઝામાં સૈનિકો પણ મોકલીશું. અમે આ પ્રદેશને સંભાળીશું. અમે તેનો વિકાસ કરીશું. અમે હજારો નોકરીઓનું સર્જન કરીશું અને તે સમગ્ર મધ્ય પૂર્વ માટે ગર્વની વાત હશે.” ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ગાઝા, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાની મુલાકાત લેશે.
નેતન્યાહનું નિવેદન:
નેતન્યાહૂએ ટ્રમ્પના વિચારને ઐતિહાસિક ગણાવ્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ગાઝા માટે એક અલગ ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે. આ જાહેરાત સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી શકે છે અને મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતિઓને અસર કરી શકે છે.
ઈરાનને ધમકી:
ટ્રમ્પે ઈરાનને પણ ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પ કહે છે કે જો ઈરાન તેમને હત્યા કરવાનો પ્રયાસ કરશે તો તેઓ આખા દેશને બરબાદ કરી દેશે. તેમણે વધુમાં કહ્યું કે તેમણે તેમના સલાહકારોને કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.
અમેરિકાએ સંકેત આપ્યો કે તે પરમાણુ શસ્ત્રો વિકસાવવાના આરોપો બદલ ઈરાન પર દબાણ વધારવા યોજના બનાવી રહ્યું છે.
Also read : ‘કંઈક મોટું બનવાનું છે’ ટ્રમ્પે હવે આ દેશ સામે કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી…
પેન્સિલવેનિયા ચૂંટણી પ્રચાર રેલીમાં ટ્રમ્પના ગોળીબાર થયો હતો, તેના કાનમાં ગોળી વાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાન હત્યાના પ્રયાસમાં સામેલ નથી. જો કે નવેમ્બરમાં અમરિકાના ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પને મારવાના ઈરાનના કાવતરાને નિષ્ફળ બનવવામાં આવ્યું હતું.