શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…

વોશિંગ્ટન: નવેમ્બર મહિનામાં યોજાયેલી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)ની જંગી જીત થઇ હતી. હવે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળશે. પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. તેમજ ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દંડ લાદવાનો નિર્ણય પણ અકબંધ રાખ્યો છે. હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન શોષણના મામલામાં 5 મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો : એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…
આ કેસમાં મળી સજા:
મીડિયા અહેવાલ અનુસાર, 1996ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ટ્રમ્પને એક હાઈ-એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં કટારલેખક સાથે યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે મેનહટન જ્યુરીના ચુકાદાને રદ કરવામાં આવશે નહીં. ઇ. જીન કેરોલને બદનામ કરવા અને જાતીય શોષણ કરવા બદલ દંડ ભરવો પડશે.
તેના ચુકાદામાં, અપીલ કોર્ટની ત્રણ-જજની પેનલે ટ્રમ્પના વકીલોના દાવાને ફગાવી દીધા હતા કે ટ્રાયલ જજે અયોગ્ય નિર્ણય આપ્યો હતો. ચુકાદામાં ટ્રમ્પ પર જાતીય શોષણનો આરોપ મૂકનાર અન્ય બે મહિલાઓને જુબાની આપવા માટે મંજૂરી આપવાના નિર્ણયનો સમાવેશ થાય છે.
જજે જ્યુરીને કુખ્યાત “એક્સેસ હોલીવુડ” ટેપ જોવાની પણ મંજૂરી આપી હતી. આ ટેપ 2005ની છે, જેમાં ટ્રમ્પ મહિલાઓના ગુપ્તાંગને અડકીને આભદ્ર ટીપ્પણીઓ કરી રહ્યા હોવાનું દેખાય છે.
શું છે મામલો:
પીડિતાએ 2023માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે 1996માં એક મીટિંગ દરમિયાન ટ્રમ્પે જાતીય શોષણ કર્યું હતું અને સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ઘુસી ગયા હતા. જોકે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. જ્યુરીએ આ વર્ષની શરૂઆતમાં ફોલો-અપ ટ્રાયલ દરમિયાન $83.3 મિલિયનનો દંડ લાદ્યો હતો.
આ પણ વાંચો : Donald Trumpને મોટો ફટકો, માનહાનિના કેસમાં E Jean Carrollને $83 મિલિયન ચુકવવા આદેશ
1996 ની આ ઘટના સિવાય કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા.