ટ્રમ્પે લીધો વધુ એક ચોંકાવનારો ફેંસલો, રક્ષા મંત્રીને આપ્યો મોટો ઓર્ડર…

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના અઠવાડિયામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા ફેંસલા લઈ રહ્યા છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ યુએસ કેપિટલ હિલ પર હિંસા મામેલ દોષી જાહેર કરવામાં આવેલા બે લોકોને તેમણે ક્ષમાયાચના આપવાની ના પાડી હતી. જેસન રિડલ અને પામેલા હેમ્પહિલનું માનવું છે કે અમેરિકન સંસદ સામે તેમનું કૃત્ય ક્ષમા યોગ્ય નહોતું. આ ઉપરાંત ટ્રમ્પ તંત્ર દ્વારા યૂએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના આશરે 60 વરિષ્ઠ અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકા દ્વારા વિશ્વભરમાં સહાયતા પર રોક લગાવવામાં આવ્યા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Covid-19 મુદ્દે CIAના દાવાથી ખળભળાટઃ ડ્રેગનની ઊંઘ હરામ થતાં કર્યો ખુલાસો…
આયરન ડોમ સિસ્ટમનું નિર્માણ થશે
ડોનાલ્ડ ટ્રમ્પે નવો ઓર્ડર પણ આપ્યો છે. જેમાં ઇઝરાયલની જેમ અમેરિકામાં પણ ડોમ સિસ્ટમનું નિર્માણ સામેલ છે. ટ્રમ્પે અમેરિકાના રક્ષા મંત્રી હેગસેથને આપેલા ઓર્ડરમાં, દેશમાં શક્ય તેટલી વહેલી આયરન ડોમ સિસ્ટમનું નિર્માણ કરાવવા કહ્યું છે. આયરન ડોમ સિસ્ટમનું નિર્માણ ટ્રમ્પ ચૂંટણી વાયદા પૈકીનો એક હતો. ગત વર્ષે મિલ્વૉકીમાં રિપબ્લિકન પાર્ટીના કન્વેંશનમાં કહ્યું હતું કે જો ચૂંટણી જીતશે તો દેશની સુરક્ષા માટે ઇઝરાયલની જેમ આયરન ડોમનું નિર્માણ કરશે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને આપ્યો ઝટકોઃ તમામ મદદ બંધ કરવાનો લીધો નિર્ણય
આયરન ડોમની શું છે ખાસિયત
ટ્મ્પે કહ્યું હતું કે આવો આયરન ડોમ પહેલા કોઇએ જોયો નહીં હોય. આ અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દેશની અંદર જ તૈયાર કરવામાં આવે છે. ઇઝરાયલે 2011માં આયરન ડોમ તેમના દેશમાં તૈનાત કર્યા હતા. જે ઇઝરાયેલની સૌથી શક્તિશાળી અને ક્લોઝ એન્ડ વેપન સિસ્ટમ છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયેલના લોકોને હવાઇ હુમલાથી બચાવે છે. જો આયરન ડોમ તેની બાજુ 100 રૉકેટ આવતા જોવે તો તેમાંથી 90ને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.



