ટ્રમ્પ હવે H 1B વિઝાધારકોને આપશે ઝટકો, નવી પોલિસીથી ભારતીયને પડશે ફટકો

નવી દિલ્હી : અમેરિકાએ તેની ઈમિગ્રેશન પોલિસીને અપડેટ કરી છે. તેમજ વિદેશ વિભાગે H 1B વિઝા અને નોન- ઈમિગ્રેન્ટ વિઝા નિયમોમાં પણ બદલાવ કર્યો છે. જેમાં આ નવા નિયમો 15 ઓગસ્ટ સુધી અને બાદની વિઝા અરજીઓ પર લાગુ થશે. જેમાં સીએસપીએ વય ગણતરી વિઝા ઉપલબ્ધતા અને વિદેશ વિભાગના વિઝા બુલેટિનમાં આપવામાં આવેલા ફાઈનલ એકશન ડેટ ચાર્ટ પર આધારિત રહેશે. જોકે, આ નવી પોલિસીથી ભારતીયને ફટકો પડે તેવી શક્યતા છે.
વિઝા ફાઈનલ એક્શન ડેટ ચાર્ટ પર આધારિત રહેશે
જેમાં હવે નવી નીતિ મુજબ યુએસ સિટીઝન અને ઇમિગ્રેશન સર્વિસ(USCIS)અને વિદેશ વિભાગ બંને ફાઈનલ એક્શન ડેટ ચાર્ટ પર આધારિત રહેશે. એટલે કે કોઈ પણ વિઝાને ત્યારે જ ઉપલબ્ધ માનવામાં આવશે જયારે ફાઈનલ એક્શન ડેટ વર્તમાન થઈ જશે. આ બદલાવમાં ચાઈલ્ડ સ્ટેટ પ્રોટેકશન એકટ(CSPA)હેઠળ બાળકોની સુરક્ષાનો સમયગાળો ઓછો થઈ શકે છે. જેમાં કેટલાક બાળકોની ઉંમર પહેલા કરતા વધુ હોઈ શકે છે.
ગ્રીન કાર્ડ માટે તેમની પાત્રતા ગુમાવી દેશે
આ પોલિસી અમેરિકામાં રહેતા H-1B વિઝા હોલ્ડરના બાળકો પર લાગુ થશે. જે દેશની બહાર જન્મ્યા છે થોડા વર્ષોથી વિઝા બેકલોગમાં ફસાયેલા છે. તેમજ 21 વર્ષની ઉંમર અને ઉંમર વધતા ગ્રીન કાર્ડ માટે તેમની પાત્રતા ગુમાવી દેશે. જેના લીધે તેમનું કાયદાકીય અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો…H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે…