ટ્રમ્પે અમેરિકામાં બાળકોને ગ્રીન કાર્ડ માટેના નિયમો બદલ્યા, ભારતીયોને થશે શું અસર?

ટ્રમ્પે અમેરિકામાં બાળકોને ગ્રીન કાર્ડ માટેના નિયમો બદલ્યા, ભારતીયોને થશે શું અસર?

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદથી યુએસની ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે ગ્રીન કાર્ડ મેળવવા માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે, જેની અસર માતાપિતાની વિનંતી પર ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરતા બાળકો પર થશે.

અહેવાલ મુજબ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે ગ્રીન કાર્ડ માટે અરજી કરતા બિન-નાગરિક બાળકોની ઉંમર ગણતરી માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ બાળકની ઉંમરની ગણતરી માટે અરજી દાખલ કરવાની તારીખને બદલે ફાઈનલ એક્શન ડેટને ધ્યાનમાં લેવામાં આવશે. મતલબ કે બાળકોને હવે વહેલા પુખ્ત ગણવામાં આવશે. નવો નિયમ 15 ઓગસ્ટ 2025થી લાગુ થશે.

ફેમિલી-સ્પોન્સર્ડ, એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ, અથવા ડાયવરસીટી વિઝા માટે તેમના માતાપિતાની મંજૂર અરજીના આધારે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર કાયમી નિવાસી દરજ્જો મેળવવા માટે અપરિણીત વિદેશી બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો તે ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન 21 વર્ષનો થઇ જાય તો તેને પુખ્ત માનવામાં આવશે, તો તે સામાન્ય રીતે તેમના માતાપિતાની અરજીના આધારે ગ્રીન કરત મેળવવા લાયક રહેશે નહીં.

ભારતીયને થશે અસર:
15 ઓગસ્ટથી USCIS વિઝા બુલેટિનમાં લાસ્ટ એક્શન ડેટના આધારે બાળકની ઉંમર નક્કી કરવામાં આવશે. અગાઉ, બાળકની ઉંમર અરજીની તારીખથી નક્કી કરવામાં આવતી હતી. હવે વધુ ઉમેદવારો તેમની અરજીઓ પર પ્રક્રિયા થાય તે પહેલાં ગેરલાયક ઠરશે. જેઓ લાંબા સમયથી ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે.

નવા નિયમ મુજબ અરજદારો પુખ્ત વયના થશે અને ગેરલાયક ઠરશે, તો તેને એક અલગ અરજી પર દાખલ કરવી પડશે. જેથી અરજી પર ફરીથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને કારણે ગ્રીન કાર્ડ મળવાનો સમય વધી શકે છે.

દર વર્ષે ભારત મૂળના ઘણા લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે, જેથી નવા નિયમોને કારને ગ્રીન કાર્ડ મેળવવા લાંબી રાહ જોવી પડશે. જો કે આ નિયમ 15 ઓગસ્ટથી લાગુ થતો હોવાથી, એ પહેલા અરજી કરીને રાહત મેળવી શકાય છે.

આ પણ વાંચો…44 કરોડ રૂપિયા આપો અને અમેરિકાની નાગરિકતા મેળવો! ટ્રમ્પે ‘ગોલ્ડન કાર્ડ’ વિઝા વેબ સાઇટ લોન્ચ કરી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button