ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો IRS અને ટ્રેઝરી વિભાગ પર $10 અબજનો દાવો: ટેક્સ ડેટા લીક કરવા મુદ્દે કાર્યવાહી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઈઆરએસ અને ટ્રેઝરી વિભાગ વિરુદ્ધ 10 અબજ ડોલરનો દાવો કર્યો કારણ કે તેમણે આ ફેડરલ એજન્સીઓ પર રાષ્ટ્રપતિની ટેક્સ સંબંધિત જાણકારીઓ સમાચાર માધ્યમોમાં લીક થવાથી રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.

ગુરુવારે ફ્લોરિડાની એક ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલ આ કેસ એરિક ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને ટ્રમ્પ સંગઠને વાદી તરીકે દાખલ કર્યો છે.

આપણ વાચો: રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી, કહ્યું આ યોગ્ય નથી…

2024માં વોશિંગ્ટન ડી.સી.ના ભૂતપૂર્વ આઈઆરએસ કોન્ટ્રાક્ટર ચાર્લ્સ એડવર્ડ લિટલજોન જે સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા ટેક કંપની બૂઝ એલન હેમિલ્ટન માટે કામ કરતા હતા. તેમણે ટ્રમ્પ અને અન્ય લોકોની ટેક્સની જાણકારી ન્યૂઝ માધ્યમોમાં લીક કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે લિટલજોને 2018થી 2020 દરમિયાન ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને પ્રોપબ્લિકાને ડેટા આપ્યો હતો જે આઈઆરએસના ઇતિહાસમાં પ્રથમવાર હતું. ટ્રમ્પના દાવામાં જણાવાયું છે કે લિટલજોનના સમાચાર સંગઠનોને આપેલા ખુલાસાઓથી “વાદીઓની પ્રતિષ્ઠા અને નાણાકીય નુકસાન થયું હતું અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થન પર પ્રતિકૂળ અસર પડી હતી.

આપણ વાચો: એપસ્ટીન ફાઈલ્સમાં નવો ધડાકો: ડોનાલ્ડ ટ્રમ્પે જેફ્રીના પ્રાઈવેટ જેટમાં 8 વખત કરી મુસાફરી

રાષ્ટ્રપતિનો આ કેસ અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે આ અઠવાડિયાની શરૂઆતમાં બૂઝ એલન હેમિલ્ટન સાથેના તેના કરારો રદ કરવાની જાહેરાત કર્યા પછી કરવામાં આવ્યો છે.

જ્યારે લિટલજોન જે કંપની માટે કામ કરતા હતા તેના પર રાષ્ટ્રપતિ સહિત દેશના હજારો ધનિક લોકો વિશેની ટેક્સ જાણકારી ન્યૂઝ આઉટલેટ્સને આપવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ટ્રેઝરી અને આઈઆરએસના પ્રતિનિધિઓ ટિપ્પણી માટે તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નહોતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button