ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પે એનઆરઆઈનું વધાર્યું ટેન્શનઃ હવે પૈસા મોકલવાનું મોંઘું થશે, જાણો નવો પ્રસ્તાવ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે વધુ એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5 % રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે.

આ યોજના અમલમાં મુકાઈ તો એનો સૌથી મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કેમ કે વૈશ્વિક સ્તરે ભારતીયો જ વતનમાં સૌથી વધુ નાણાં મોકલે છે.

આપણ વાંચો: ભારતીયોએ 2022માં વિદેશમાંથી 111 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા

અમેરિકાનો વહીવટી ખર્ચ ઓછો કરીને દેશની આવક વધે એવા અનેક પગલાં ટ્રમ્પ લઈ રહ્યા છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5 % રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મુકાઈ છે. ફક્ત રોકડ જ નહીં, કોઈપણ ફોર્મમાં મોકલાતી નાણાંકીય સહાયને આ ટેક્સ લાગુ પડશે.

આ બિલ અંતર્ગત કોઈ લઘુત્તમ મુક્તિ મર્યાદા પ્રસ્તાવિત કરવામાં આવી નથી. ટ્રાન્સફર નાના મૂલ્યનું હશે તોપણ રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં વસતા પરિજનો માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાધારણ રોકાણ માટે મોકલવામાં આવેલા નાણાં પર પણ 5 ટકાના દરે ટેક્સ લાગશે. શિક્ષણ, આરોગ્યસંભાળ અથવા કટોકટી સહાય માટે મોકલવામાં આવેલા ભંડોળ પર પણ સમાન ટેક્સ લાગશે.

ટ્રમ્પના આ નિર્ણય બાદ પરિવારને આર્થિક મદદ માટે નિયમિત પૈસા મોકલતાં એનઆઈઆરની ચિંતા વધી ગઈ છે. એનઆરઆઈના કહેવા પ્રમાણે, ટ્રમ્પના આ પગલાથી તેમના પરિવારની આર્થિક મદદ કરવી વધારે મોંઘી બનશે.

આપણ વાંચો: પશ્ચિમમાં પણ ભારતનો ડંકો વાગ્યો, UPI ચુકવણી સ્વીકારનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો ગ્રીસ

ભારતીયો પર શું થશે સીધી અસર

વિશ્વમાં સૌથી વધુ રેમિટેંસ મેળવતો દેશઃ ભારત વિશ્વમાં દર વર્ષે આશરે 83 બિલિયન ડૉલર વિદેશથી મેળવે છે. જેમાં મોટાભાગનો હિસ્સો અમેરિકાથી આવે છે.

પારિવારિક સહાય પર અસરઃ એનઆરઆ તેમના પરિવાર, શિક્ષણ ખર્ચ, સંપત્તિ ખરીદી અને બીજી જરૂરિયાતો માટે પૈસા મોકલે છે. જેના પર વધારાનો ટેક્સ લાગશે.

પ્રત્યક્ષ નુકસાનઃ દર એક લાખ રૂપિયા (ડૉલરમાં) મોકલવા પર 5000 રૂપિયા (ડૉલરમાં) આઈઆરએસ ટેક્સ આપવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button