ટ્રમ્પે કેનેડા પર ઝીંક્યો 35% ટેરિફ; આ મામલે બદલો લેવા લીધો નિર્ણય

વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ભારે ટેરિફ (Donald Trump tariff in Canada) ઝીંક્યો છે. ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 35 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ ટેરિફ 1 ઓગસ્ટ, 2025 થી લાગુ થશે. આ ટેરીફ અંગે સોશિયલ મીડિયા પર એક લેટર શેર કરવામાં આવ્યો છે. પાડોશી દેશ કેનેડા સામે બદલો ટ્રમ્પે આ કાર્યવાહી કરી છે, જેને કારણે કેનેડાને ભારે ફટકો પડી શકે છે.
સોમવારથી ટ્રમ્પે વિવિધ દેશના વડાને 20 થી વધુ પત્રો મોકલ્યા છે, જેમાંથી એક કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને સંબોધીને લખવામાં આવ્યો છે. ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા પત્રમાં લખવામાં આવ્યું છે, “યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કામ કરવાને બદલે, કેનેડાએ ટેરિફ લગાવી બદલો લીધો. 1 ઓગસ્ટ, 2025 થી, અમે કેનેડા પર યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવતા કેનેડિયન ઉત્પાદનો પર 35% ટેરિફ વસૂલ કરીશું, જે તમામ સેક્ટરલ ટેરિફથી અલગ હશે.”
જો કેનેડા ટેરીફ વધારશે તો….
સાથે ટ્રમ્પે ચેતવણી પણ આપી કે જો કેનેડા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ તેના હાલના 35 ટકા ટેરિફમાં વધારો પણ કરી શકે છે. ટ્રમ્પે લખ્યું, “જો કોઈ કારણોસર તમે તમારા ટેરિફમાં વધારો કરીશું, તો તમે જે વધારો કરશો, તો અમે એ આંકડો વસૂલતા 35% પર ઉમેરવામાં આવશે.”
ટ્રમ્પે દાવો કર્યો કે કેનેડાની વેપાર નીતિઓ અમેરિકાને નુકશાન પહોંચાડે છે. કેનેડામાં અમેરિકન ડેરી પ્રોડક્ટ્સ પર 400 ટકા સુધી ટેરીફ વસુલવામાં આવે છે, જેથી અમરિકાન પશુપાલકો કેનેડિયન બજારોમાં સુધી પહોંચી શકતા નથી.
ટ્રમ્પે કહ્યું કે કેનેડાની વેપાર નીતિઓ અને ફેન્ટાનાઇલ ડ્રગનું સ્મગલિંગ અમેરિકાને નુકસાન પહોંચાડે છે, આ ઉપરાંત તેમને વેપાર ખાધને પણ મોટો મુદ્દો ગણાવ્યો.
આ પણ વાંચો…અમેરિકા ભારત પર લગાવશે કેટલો ટેરિફ, મિનિ ટ્રેડ ડીલ ભારત માટે રહેશે ફાયદાકારક?