ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતા દેશો પર વધુ મૂકશે પ્રતિબંધ! ભારત અને ચીન પર જોખમ

વોશિંગ્ટન ડી સી: ઘણાં પ્રયત્નો છતાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા નિષ્ફળ ગયા છે, જેના માટે ટ્રમ્પ રશિયા પર વેપાર દબાણ વધારી રહ્યા છે. ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધ મૂકતા બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે રીપબ્લીકન પાર્ટી દ્વારા એક કાયદો રજૂ કરવામાં આવશે જેના દ્વારા કોઈ પણ દેશનો રશિયા સાથેનો વેપાર મુશ્કેલ બનશે.
ટ્રમ્પ માને છે કે વિવિધ દેશો સાથે વેપારથી મળતા નાણાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધ માટે કરે છે, ખાસ કરીને રશિયા પાસેથી પેટ્રોલિયમ અને અન્ય એનર્જી પ્રોડક્ટ ખરીદતા દેશો પાસેથી મળતું ફંડનો ઉપયોગ યુદ્ધ માત થાય છે.
ફ્લોરીડામાં ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, રિપબ્લિકન એવા કાયદા લાવી રહ્યા છે જે રશિયા સાથે વ્યાપાર કરતા કોઈપણ દેશ પર ખૂબ જ કડક પ્રતિબંધો લગાવશે.
અહેવાલ મુજબ આ પ્રતિબંધો માટે તૈયાર કરવામાં આવેલી યાદીમાં ભારત અને ચીનનો પણ સમાવેશ થાય છે. યુએસ વહીવટીતંત્રએ ભારત અને ચીનને રશિયાને યુદ્ધ માટે ભંડોળ આપનારા સૌથી મહત્વના દેશો તરીકે સૂચિબદ્ધ કર્યા છે. ટ્રમ્પે પત્રકારોને એમ પણ જણાવ્યું કે તેઓ ઈરાનને આ યાદીમાં ઉમેરી શકે છે.
ચીનને રાહાત, ભારતને ફટકો:
નોંધનીય છે કે ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરીફ લગાવ્યો છે, ઓગસ્ટ મહિનાથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગેલો છે. તાજેતરમાં ટ્રમ્પે ચીનને ટેરીફમાં મોટી રાહત આપી હતી. જ્યારે ભારત અને યુએસના અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનું કોઈ પરિણામ આવી રહ્યું નથી.
શુક્રવારે ટ્રમ્પે બીફ સહિત 20 થી વધુ ખાદ્ય ઉત્પાદનો પર ટેરિફ દૂર કર્યો, જેના ભારતીય નિકાસકારોને ભારતને આંશિક રાહત થઇ છે.
આ પણ વાંચો…તો અમેરિકામાં યુરોપ જેવા આર્થિક સંકટ ઊભા થશે: જેપી મોર્ગનના CEOની મોટી ચેતવણી…



