અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…

નવી દિલ્હીઃ અમેરિકામાં અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ વિઝા માટે આવેદન આપે છે, પહેલા તો અમેરિકાના વિઝા મેળવવામાં થોડી સરળતા રહેતી હતી, પરંતુ હવે નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકામા સત્તા પરિવર્તન થયાં બાદ દરેક ક્ષેત્રના નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકા અત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વિઝા રદ કરી રહ્યું છે. આ સંખ્યા પહેલાના વર્ષો કરતા વધી રહી છે. મોટી વાત તો એ છે કે, અમેરિકન સરકારે થોડા દિવસ પહેલા શિક્ષણ વિભાગનું ખાતું જ બંધ કરી નાખ્યું છે.
આ પણ વાંચો…આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓની 41% F-1 વિઝા અરજીઓ નકારી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 માં વિદેશી વિદ્યાર્થીઓની 41% F-1 વિઝા અરજીઓ નકારી કાઢી હતી. 2023-24માં અમેરિકાને F-1 વિઝા માટે કુલ 06.79 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી અમેરિકન સરકારે 02.79 લાખ એટલે કો 41% અરજીઓને નકારી કાઢવામાં આવી હતી. જ્યારે 2022-23માં, કુલ 06.99 લાખ અરજીઓમાંથી 02.53 લાખ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. આ વર્ષે અમેરિકારે વધારે અરજીઓ નકારી હોવાનું સામે આવ્યું છે. જે અમેરિકા ભણવા માટે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે.
અમેરિકાએ હવે વિઝા મંજૂર કરવામાં વધુ કડક નિયમો બનાવ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, F-1 વિઝાએ અમેરિકામાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોન-ઇમિગ્રન્ટ શ્રેણી છે, જ્યારે M-1 વિઝા વ્યાવસાયિક અને બિન-શૈક્ષણિક કાર્યક્રમોને આવરી લે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં વાર્ષિક જેટલા વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા તેમાં F-1 વિઝા 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અમેરિકામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ F-1 વિઝા માટે અરજી કરતા હોય છે.
આ પણ વાંચો…ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહૂની સામે રોષ ફાટી નીકળ્યો; હજારો લોકો વિરોધ પ્રદર્શનામાં જોડાયા…
અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ભારતીયો
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2024માં જાન્યઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં અમેરિકાએ 64,008 ભારતીયોને વિદ્યાર્થી વિઝા આપ્યાં હતાં. જે 2023 ની તુલનામાં સંખ્યાં ઘટી હતી. 2021માં 65,235 લોકોને વિઝા આપવામાં આવ્યાં હતા, જ્યારે 2022 માં 93,181 વિઝા આપવામાં આવેલા હતા. અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો છે. 2023-24માં યુએસમાં 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા. અત્યારે પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે.