ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

… નહીં તો દેશ છોડી દો: અમેરિકામાં રહેનારા ‘વિદેશીઓ’ માટે ટ્રમ્પ સરકારે આપ્યું નવું ફરમાન

વોશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી રોજ નવી જાહેરાતોને લઈ ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક નવા નિયમને લઈ મોટી જાહેરાત કરી છે. અમેરિકામાં આગામી 30 દિવસથી વધુ રહેનારા વિદેશી નાગરિકો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે નવો નિયમ લાગુ પાડ્યો છે, જે નિયમ ડાયરેક્ટ એચ-વન, બી વિઝા અથવા સ્ટૂડન્ટસને અસર કરશે નહીં.

નિયમોનું ઉલ્લંઘન કરનારાને દંડ, સજા યા ડિપોર્ટ થશે

અમેરિકામાં 30 દિવસથી વિદેશી નાગરિકો માટે ટ્રમ્પ સરકારને નવો નિયમ લાગુ પાડ્યો છે. નવા નિયમ પ્રમાણે અમેરિકામાં 30 દિવસથી વધુ રહેનારા વિદેશી નાગરિકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે તે નાગિરક જો રજિસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળ રહેશે તો તેને દંડ થશે અથવા જેલમાં જવાની પણ નોબત આવશે. એની સાથે દેશમાંથી ડિપોર્ટ પણ કરી શકાય છે.

ટ્રમ્પે પહેલું પગલું ગેરકાયદે વિદેશીઓ સામે ભર્યું હતું

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર 30 દિવસથી વધુ સમય સુધી અમેરિકામાં રહેનારા વિદેશી નાગરિકોએ ફેડરલ ગવર્મેન્ટ અન્વયે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એમ કરવામાં નિષ્ફળ રહેનાર વ્યક્તિ ગુનેગાર ગણવામાં આવશે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી તાત્કાલિક અમેરિકામાં ગેરકાયદે રહેનારા વિદેશીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરી હતી, ત્યાર બાદ આ પગલું વધુ આકરું માનવામાં આવે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત, સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાનને નવા ટેરિફમાંથી મુક્તિ

હોમલેન્ડ સિક્યોરિટીએ શું કરી છે જાહેરાત, જાણો?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જે કોઈ વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહે છે એ લોકો પોતાની રીતે દેશની બહાર નીકળી જાય યા ડિપોર્ટ થાય. હોમલેન્ડ સિક્યોરિટીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમને ટેગ કરીને લખ્યું છે કે તમને જવા માટેનો છેલ્લો આદેશ મળ્યો હોય તેમ છતાં તમે અમેરિકા છોડતા નથી તો રોજના દિવસ પૈકી તમારે 998 અમેરિકન ડોલર ચૂકવવાનો થશે. અમેરિકામાંથી પોતાને ડિપોર્ટ કરવામાં જો નિષ્ફળ રહેશો તો 1000થી 5000 ડોલરની વચ્ચે દંડ ચૂકવવાનો થશે અથવા જેલમાં પણ જવું પડી શકે છે.

એચવન બી વિઝા અને વિદ્યાર્થીઓનું શું થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો એ નિર્ણય સીધી રહી એ લોકો પર અસર થશે નહીં, જેમણે એચવનબી અથવા વિદ્યાર્થી અભ્યાસ માટે પરમિટ લઈને અમેરિકામાં રહે છે. એના સિવાય અન્ય વિદેશી નાગરિકોને આ નવો નિયમ લાગુ પડશે. એચવન બી વિઝા પર કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે છે તો પણ નિર્ધારિત સમયમર્યાદામાં દેશની બહાર જવું પડે છે અને જો તેમ નહીં કરે તો તેની સામે કાર્યવાહી થશે. એચ-વન બી વિઝાધારકોએ પણ નિર્ધારિત સમયમાં જરુરી ડોક્યુમેન્ટ્સ કરવાના રહેશે.

હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે કરી મહત્ત્વની વાત

હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના આદેશ અનુસાર સેલ્ફ ડિપોર્ટેશન સુરક્ષિત છે. તમે તમારી શરતોને આધારે ફ્લાઈટથી જઈ શકો છો જો તમે ગેરકાયદે વિદેશી રીતે સેલ્ફ ડિપોર્ટમેશન કરો છો અમેરિકામાં કમાયેલા પૈસા યુએસમાં રાખી શકો છો. પોસ્ટમાં એમ પણ કહેવાયું છે કે સેલ્ફ ડિપોર્ટેશન એટલે સ્વ-દેશનિકાલ ભવિષ્યમાં કાયદેસર ઈમિગ્રેશન માટે તકો ખોલશે અને આવા દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓ સબસિડીવાળી ફ્લાઈટ્સ માટે પણ પાત્ર બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button