‘મોદી સારા માણસ છે પણ…’ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ભારતને ફરી એકવાર છુપી ચેતવણી આપી!

વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર ભારત પર ટેરીફ અંગે સક્રિય થઇ ગયા છે, બે દિવસ પહેલ તેમણે ભારત પર વધુ ટેરીફ લાદવા અંગે સંકેતો આપ્યા હતાં. એવામાં ફરી એક વાર ટ્રમ્પે ભારતને આડકતરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા મામલે ભારત પર ટેરીફ ઊંચા ટેરિફ લાદવા બદલ વડા પ્રધાન મોદી તેમનાથી નારાજ છે.
હાઉસ GOP રિપબ્લિકન મેમ્બર રીટ્રીટ દરમિયાન ટ્રમ્પે યુએસના ભારત સાથે ડિફેન્સ સેલ અને ટેરિફ અંગે વડાપ્રધાન મોદી સાથે ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે તેમના સંબંધો સારા હોવા છતાં, ટેરિફ મુદ્દે મોદી નારાજ છે.

ટ્રમ્પે કહ્યું “પીએમ મોદી સાથે મારા ખૂબ સારા સંબંધો છે, પરંતુ તેઓ મારાથી ખુશ નથી, કારણ કે ભારત ઊંછો ટેરિફ ચૂકવી રહ્યું છે. પરંતુ હવે ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું ઓછું કર્યું છે.”
નોંધનીય છે કે ભારત રશિયા પસેથી પેટ્રોલિયમ ખરીદાતું હોવાથી, યુએસએ ગત ઓગસ્ટ મહિનાથી ભારતીય આયાતો પર 50% સુધીનો ટેરીફ લાગુ કર્યો છે. યુએસએ આરોપ લગાવ્યો હતો કે ભારત પાસેથી મળતા નાણાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધ માટે કરી રહ્યું છે.

ભારત ટેરીફ વધશે?
તાજેતરમાં એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “મોદી ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેઓ જાણે છે કે હું ખુશ નથી અને મને ખુશ રાખવો જરૂરી છે. તેઓ (ભારત-રશિયા) વેપાર કરી રહ્યા છે અને અમે તેમના પર ટેરિફ ખૂબ જ ઝડપથી વધારી શકીએ છીએ.”
સેનેટર ગ્રેહામ એવો પણ દાવો કર્યો હતો કે વોશિંગ્ટનમાં ભારતના રાજદૂતે તેમને જાણ કરી હતી કે ભારતે રશિયન પાસેથી પેટ્રોલિયમ ખરીદીમાં ઘટાડો કર્યો છે. ગ્રેહામ રશિય પસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો પર 500% સુધીનો ટેરિફ લાદવાની હિમાયત કરી ચુક્યા છે.
આ પણ વાંચો…ટેરિફથી અમેરિકા મજબૂત બન્યું: ડૉનાલ્ડ ટ્રમ્પે જંગી આવક થયાનો કર્યો દાવો, જાણો કેટલી રકમ મળી

ટ્રમ્પે અપાચે હેલિકોપ્ટરની ડીલીવરી અટકાવી?
તાજેતરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ તરફથી ભારતને અપાચે હેલિકોપ્ટરની ડિલિવરીમાં વિલંબ અંગે વડા પ્રધાન મોદીએ તેમનો સંપર્ક કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, “વડા પ્રધાન મોદીએ મારો સપર્ક કર્યો હતો અને કહ્યું- ‘સાહેબ, શું હું તમને મળી શકું?’ હા કેમ નહીં.”
ટ્રમ્પે કહ્યું, “ભારતે 68 અપાચેનો ઓર્ડર આપ્યો છે, અમે તેમાં ફેરફાર કરી રહ્યા છીએ.”



