ચાર્લીની હત્યા બાદ ટ્રમ્પનો ગુસ્સો ફૂટ્યો, એન્ટિફાને જાહેર કર્યું આતંકવાદી સંગઠન

અમેરિકાના ખાસ સહયોગી ચાર્લી કર્કની થોડા દિવસ અગાઉ શરૂ કાર્યક્રમમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈ અમેરિકામાં સુરક્ષાને લઈ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ વચ્ચે 18 સમ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટિફાને મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર કર્યું.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં એન્ટિફાને જોખમી ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત પોસ્ટમાં તેણે મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતુ. તેણે આગળ કહ્યું કે એન્ટિફાને પૈસા આપનારાઓ પર ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને આરોપીઓને છોડવામાં નહીં આવવાની પણ તેમણે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ચાર્લી કર્કની હત્યા થઈ હતી. જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યાવાહી કરી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરે કહ્યું કે ચાર્લી કર્કે તેમને મોકલેલા છેલ્લા મેસેજમાં એન્ટિફા જૂથો વિરુદ્ધ હિંસા રોકવા માટે કાર્યવાહીની માંગ કરી હતી. મિલરે વચન આપ્યું કે ફેડરલ સરકાર એવા જૂથોને નાબૂદ કરવા માટે દરેક સંસાધનનો ઉપયોગ કરશે. આ અગાઉ મે 2020માં પણ ટ્રમ્પે એન્ટિફા આંદોલનને આતંકવાદી જૂથ તરીકે ગણાવવાની વાત કરી હતી, જે આજની જાહેરાતને વધુ મજબૂત બનાવે છે.
એન્ટિફા જૂથ શું છે?
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS), એક બિનનફાકારક નીતિ સંશોધન સંસ્થા, એન્ટિફાને ઉગ્રવાદીઓના નેટવર્ક તરીકે વર્ણવે છે જે ફાશીવાદી, જાતિવાદી અથવા અન્ય ઉગ્રવાદીઓનો વિરોધ કરે છે. CSIS અનુસાર, એન્ટિફા દ્વારા ઉપયોગમાં લેવાતું સામાન્ય પ્રતીક 1917 રશિયન ક્રાંતિનો લાલ ધ્વજ અને 19મી સદીના અરાજકતાવાદીઓનો કાળો ધ્વજ છે.
એન્ટિફા જૂથો પોતાની પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા, એન્ક્રિપ્ટેડ નેટવર્ક અને સિગ્નલ જેવા મેસેજિંગ એપ્સ દ્વારા આયોજિત કરે છે. આ રીતે તેઓ પોતાની યોજનાઓને ગુપ્ત રાખીને કાર્ય કરે છે, જેનાથી તેમની હરકતો વધુ અસરકારક બને છે. આ જાહેરાતથી અમેરિકામાં રાજનીતિક તણાવ વધશે.
આપણ વાંચો: પાકિસ્તાનના એક આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપી ધમકી