Donald Trump ને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને અધવચ્ચે રોક્યા, યુક્રેન પર કહેલી વાત સુધારી…

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં તેમની વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં અમુક મુદ્દાઓ પર મતભેદ પણ પ્રકાશમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
Also read : યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને દર્શાવી તૈયારી, પણ રાખી આ શરત…
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂપ રહ્યા અને સંમતિ આપતા રહ્યા
જ્યારે મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે યુરોપિયન દેશોએ યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડી છે. જેના બદલે તેઓ હવે પૈસા પાછા લઈ રહ્યા છે. આ વાત પર ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પને અટકાવ્યા અને કહ્યું કે હું વાતને સુધારું છું. યુરોપે યુક્રેનને પૈસા આપ્યા અને હવે તે પાછા લઈ રહ્યું છે. આ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂપ રહ્યા અને સંમતિ આપતા રહ્યા.
230 બિલિયન ડોલરની રશિયન સંપત્તિ છે
ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ પકડીને તેમણે કહ્યું, સ્પષ્ટપણે કહીએ તો અમે કુલ ખર્ચના 60 ટકા ખર્ચ કર્યો છે. આ લોન ગેરંટી તરીકે હતી. યુરોપમાં અમારી પાસે 230 બિલિયન ડોલરની રશિયન સંપત્તિ છે. જે ફ્રીઝ કરવામાં આવી છે. પરંતુ આ લોનના બદલામાં નથી. આ રશિયન મિલકત છે. તેનો અમારી સાથે કોઈ સંબંધ નથી, તેથી જ તેને ફ્રીઝ કરવામાં આવી છે.
દેશોને પૈસા પાછા મળી રહ્યા છે પણ મૂડી નથી મળી રહી
તેમણે વધુમાં કહ્યું, “યુક્રેનને સહાય માટે મળેલા પૈસા પરત કરવાની જવાબદારી રશિયાની છે. જ્યારે અમે આખરે રશિયા સાથે વાત કરીશું ત્યારે અમે તેમને લોનની રકમ પરત કરવા માટે કહીશું. રશિયાએ આ પૈસા પાછા આપવા પડશે.આના પર ટ્રમ્પે કહ્યું કે જો તેઓ આમ કહે છે તો તે સાચું છે. પણ મારી ચિંતા એ છે કે તે દેશોને પૈસા પાછા મળી રહ્યા છે પણ મૂડી નથી મળી રહી.
Also read : અમેરિકામાં લોકો ભાડે મરઘા લઈને ઉછેરી રહ્યા છે! જાણો અચાનક એવું તે શું થયું
સમાધાન કરવું રશિયાના હિતમાં
જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ કરાર રશિયાના હિતમાં છે અને તેમને લાગે છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ કરવા માંગે છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પુતિન પર વિશ્વાસ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું સમાધાન કરવું રશિયાના હિતમાં છે અને મને લાગે છે કે આપણે તે કરીશું. તેમણે વધુમાં કહ્યું કે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં તેમણે પહેલો ફોન રાષ્ટ્રપતિ પુતિનને કર્યો કારણ કે તેમને લાગ્યું કે પુતિન સમાધાન કરવા તૈયાર છે.