ઇન્ટરનેશનલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હવે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકીશઃ હવાઈ હુમલા વચ્ચે ટ્રમ્પે કર્યો નવો દાવો

વોશિંગ્ટન ડીસી, અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો દાવો કર્યો છે કે, તેઓ હવે ભારત અને પાકિસ્તાનની જેમ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શાંતિ લાવવા માટે પ્રયત્ન કરી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ઈરાન અને ઇઝરાયલે શાંતિ કરવી જોઈએ, જેમ મેં ભારત અને પાકિસ્તાનને શાંતિ કરાવવા માટે કહ્યું હતું. તે સમયે મેં અમેરિકાના વેપારનો ઉપયોગ કરીને વાટાઘાટોમાં સમજદારી, એકતા અને સંતુલન લાવ્યું. બંને દેશના મહાન નેતાઓએ ઝડપી નિર્ણયો લીધા અને સંઘર્ષ બંધ કર્યો’ જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી યુદ્ધ શાંતિ માટે ટ્રમ્પે કહ્યું હતું કે નહીં? તેમાં અનેક સવાલો છે. પરંતુ અત્યારે ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શાંતિની વાત કરી છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપિત થશેઃ ટ્રમ્પનો દાવો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે સંઘર્ષ બાદ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું તે બન્ને દેશો વચ્ચે શાંતિ લાવી શકે છે. તેના માટે વાતો ચાલી રહી છે અને બંધ બારણે બેઠકો પણ થઈ રહી હોવાનું જાણાવ્યું છે. આ સાથે સાથે ડોનાલ્ડ ટ્રેમ્પે એવું પણ કહ્યું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપિત થશે! હાલમાં ઘણી ફોન વાતચીત અને મીટિંગો ચાલી રહી છે.” પરંતુ સવાલ એ છે કે, શું ઇઝરાયલ અને ઈરાન ટ્રમ્પની વાત માનશે? અને માનશે તો શા માટે ટ્ર્મ્પની વાત માની યુદ્ધ વિરામ કરશે? સવાલો ઘણાં બધા છે પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ પોતે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યાં હોય તેવી એક્સ પર પોસ્ટ કરી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને મૂર્ખતાભર્યા નિર્ણયો લીધા હતાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા પણ અનેક વૈશ્વિક પ્રશ્નોની વાત કરી છે. એટલું જ નહીં પરંતુ આ દરેક સંઘર્ષોમાં તણાવ ઓછો થયા તે માટે પોતે દખલ કરી હોવાનો દાવો પણ કર્યો છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારા પહેલા કાર્યકાળ દરમિયાન સર્બિયા અને કોસોવા વચ્ચે દાયકાઓથી ચાલી આવતો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો અને યુદ્ધમાં ફેરવાવાની તૈયારીમાં હતો. મેં તેને અટકાવ્યો હતો’ મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર પણ આરોપ લગાવ્યો છે. કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને મૂર્ખતાભર્યા અનેક નિર્ણયો લીધા હતા જેના કારણે મોટું નુકસાન થવાનું છે.

પોતાના વખાણ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પર અનેક આક્ષેપો કર્યાં

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાના વખાણ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. પોતાના વખાણ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પર અનેક આક્ષેપો કર્યાં છે. ટ્રમ્પે નાઇલ નદી પર બંધ બાંધવા અંગે ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેના તણાવનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, મારા કારણે અત્યાર સુઘી શાંતિ સ્થપાયેલી છે. આ દેક દાવાઓ વચ્ચે ટ્રમ્પ હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શાંતિ લાવશે તેવા દાવાઓ કરી રહ્યાં છે. પરંતુ તેમાં કેટલું તથ્ય છે? તે તો સમય આવે જ જાણી શકાશે.

આ પણ વાંચો…ઇરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં 10થી વધુ લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button