ઇન્ટરનેશનલ

Trump કેબિનેટમાં નોમિનેટ લોકોને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ

વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જાન્યુઆરી મહિનામાં પદ સંભાળશે, એ પહેલા તેઓ અલગ અલગ વિભાગોના સેક્રેટરીના નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડને ધમકીઓ મળી રહી છે. અમેરિકામાં, ઘણા કેબિનેટ સ્તરના નોમિની અને ઉચ્ચ વહીવટી હોદ્દા પરના લોકો અને તેમના પરિવારના સભ્યોને ધમકીઓ મળી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે માહિતી આપી. પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે એજન્સીઓએ ધમકીઓ સામે કાર્યવાહી કરી છે. લો ઇન્ફોર્સમેન્ટ અને અન્ય અધિકારીઓએ આ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે.

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) બોમ્બ બ્લાસ્ટની ધમકીઓની તપાસ કરી રહી છે. બાઈડેન વહીવટીતંત્રથી ટ્રમ્પ વહીવટીતંત્રમાં સત્તાનું હસ્તાંતરણ કરવાની પ્રક્રિયાની દેખરેખ રાખતી ટ્રાન્ઝીશન ટીમના પ્રવક્તાએ એ પણ દાવાની પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થયેલા ઘણા વ્યક્તિઓને બોમ્બની ધમકીઓ મળી છે.


Also read: Donald Trump શપથ લેતાની સાથે જ કરશે આ મોટી કાર્યવાહી 


આ લોકોને મળી ધમકી:
જેમને ધમકી મળી છે તેમાં ન્યૂયોર્કના પ્રતિનિધિ એલિસ સ્ટેફનિકનો સમાવેશ થાય છે, જેમને ટ્રમ્પે UNમાં આગામી રાજદૂત તરીકે સેવા આપવા માટે નામાંકિત કર્યા છે. એટર્ની જનરલ માટે ટ્રમ્પની પ્રારંભિક પસંદગી મેટ ગેટ્ઝ, લેબર ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા માટે પસંદ કરાયેલા ઓરેગોન પ્રતિનિધિ લોરી ચાવેઝ-ડેરેમર અને ન્યૂયોર્કના ભૂતપૂર્વ કોંગ્રેસમેન લી ઝેલ્ડિનને ધમકીઓ મળી છે.

એલિસ સ્ટેફનિકે ખુલાસો કર્યો કે તેના ન્યૂયોર્કના નિવાસસ્થા પર બોમ્બ હુમલાની ધમકી આપવામાં આવી હતી. ભૂતપૂર્વ કોંગ્રેસમેન લી ઝેલ્ડિનને પણ ધમકીભર્યા સંદેશા મળ્યાના અહેવાલ છે. તેમણે X પર લખ્યું કે, “આજે મને અને મારા પરિવારને અમારા ઘરે પાઇપ બોમ્બની ધમકી આપવમાં આવી, જેમાં પેલેસ્ટાઈન તરફી સંદેશ પણ હતો. હું અને મારો પરિવાર એ સમયે ઘરે નહોતા અને અમે સુરક્ષિત છીએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button