અમેરિકાનો ડર કે પછી આંતરિક વિખવાદ! ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ પોતાની 37 વર્ષની પરંપરા કેમ તોડી?

તહેરાનઃ અમેરિકા અને ઈરાન સાથે મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન હવે ઈરાનમાંથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ પોતાના દેશની 37 વર્ષ જુની એક પરંપરાને તોડી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે મિડલ ઈસ્ટમાં અમેરિકાની હલચલ વધી રહી છે, જેના કારણે આ પરંપરા તોડવામાં આવી છે.પણ પ્રશ્ન એ છે કે, આયાતુલ્લાહ અલી ખામેનીએ કઈ પરંપરાને તોડી છે? જાણો વિગતે જાણીએ…
કોરોના જેવી મહામારીમાં પણ આ બેઠકમાં હાજરી આપી હતી
વિગતે વાત કરવામાં આવે તો, આયાતુલ્લાહ અલી ખામેનીએ 1989માં દેશની કમાન સંભાળી હતી. 1989થી તેઓ દર વર્ષે આઠ જાન્યુઆરીએ વાયુસેના કમાન્ડરો સાથે એક વર્ષિક બેઠકમાં સામેલ થતા હતા. પરંતુ આ વર્ષે તેમણે આ બેઠકમાં હાજરી આપી નથી. પણ શા માટે? તે એક પ્રશ્ન છે. કારણ કે, કોરોના જેવી મહામારી વખતે પણ તેમણે વાયુસેના કમાન્ડરો સાથે વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી.તો પછી આ વર્ષે તોએ કેમ વાયુસેના કમાન્ડરો સાથે વાર્ષિક બેઠકમાં હજાર ન રહ્યાં! શું અમેરિકાના ડરના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો હશે?
શું છે આ કાર્યક્રમ છે?
ઈરાનના ઇતિહાસમાં 8 ફેબ્રુઆરીની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1979માં આ દિવસે વાયુસેનાના અધિકારીઓએ ઇસ્લામિક ક્રાંતિના સ્થાપક ખોમેની પ્રત્યે વફાદારી દાખવી હતી. આ વર્ષે ખામેનીને બદલે સશસ્ત્ર દળોના વડા અબ્દુલરહીમ મૌસાવીએ રવિવારે વાયુસેનાના કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી. નિષ્ણાતો માને છે કે ખામેની સંભવિત જોખમોથી બચવા માટે જાહેર કાર્યક્રમો ટાળી રહ્યા છે અથવા તાત્કાલિક રાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં વ્યસ્ત છે. આ બાબત પણ સુરક્ષા સાથે સંકળાયેલી હોઈ શકે છે.
અમેરિકાએ મિડલ ઈસ્ટમાં યુએસએસ અબ્રાહમ લિંકન તૈનાત કર્યું
સ્વાભાવિક છે કે, વર્તમાનમાં અમેરિકા સાથે જે પ્રકારના સંબંધો ચાલી રહ્યાં છે, તેને જોતા સુરક્ષાના ભાગરૂપે તેમણે વાયુસેના કમાન્ડરો સાથે વાર્ષિક બેઠકમાં હાજરી નહીં આપી હતી. અમેરિકા અત્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન પર નજર રાખીનું બેઠું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. અમેરિકા ખાસ કરીને વોશિગ્ટન ક્ષેત્રમાં સૈનિકોને તૈનાત કરી રહ્યું છે. અમેરિકાએ અરબી સમુદ્રમાં યુએસએસ અબ્રાહમ લિંકન તૈનાત કરી દીધું છે. એટલું જ નહીં પરંતુ જોર્ડનના એરબેઝ પર ડઝનબંધ F-15 ફાઇટર જેટ, એટેક ડ્રોન અને એટેક એરક્રાફ્ટ આવી પહોંચ્યા છે.



