હશમની કેસમાં રાહત માટે ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, વકીલોએ આપી આવી દલીલ
ન્યુ યોર્ક: ગત વર્ષે નવેમ્બર મહિનામાં થયેલી ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ અગામી 20 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળવાના છે. ટ્રમ્પ સામે ચાલી રહેલા કેટલાક કેસ તેમની છબી પર કલંક સમાન છે, એવા જ એક કેસ મામલે ટ્રમ્પ અમેરિકાની સુપ્રીમ કોર્ટના શરણે (Donald Trump plea in Supreme court) પહોંચ્યા છે. એક એડલ્ટ ફિલ્મ સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ન્યૂયોર્ક કોર્ટના નિર્ણય સામે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
ટ્રંપની અરજી:
ટ્રમ્પના વકીલોએ બુધવારે દેશની ટોચની અદાલતમાં આ અરજી દાખલ કરી હતી. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે પોર્નસ્ટારને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાના કેસમાં શુક્રવારે સંભળાવવામાં આવનાર સજા મુલતવી રાખવામાં આવે. ટ્રમ્પના વકીલોએ સજા પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરી છે, કારણ કે તેનાથી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવાની તેમની તૈયારીઓમાં અવરોધ આવી શકે છે.
Also read: શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…
ન્યાયાધીશ અડગ:
અગાઉ, ન્યૂયોર્ક કોર્ટે ન્યાયાધીશ જુઆન એમ મર્ચન દ્વારા સંભળાવવામાં આવનારી સજાને મુલતવી રાખવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પ સામેના કેસમાં 10 જાન્યુઆરીના રોજ ચુકાદો આપવા પર અડગ રહેલા ન્યાયાધીશ મર્ચને ગયા વર્ષે મે મહિનામાં ખોટા વ્યવસાયિક રેકોર્ડના 34 આરોપોમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા. મર્ચને સંકેત આપ્યો છે કે તેઓ જેલની સજા કે દંડની નહીં લગાવે. ગુરુવારે સવારે ફરિયાદી જવાબ દાખલ કરે તેવી શક્યતા છે. ટ્રમ્પના વકીલોએ, તેમને દોષમાંથી મુક્ત કરવા માંગ કરી છે, વકીલોએ સુપ્રીમ કોર્ટના અગાઉ ના કેટલાક ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે જેમાં દોષિતને ફોજદારી કાર્યવાહીથી વ્યાપક મુક્તિ આપે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એક અલગ કેસમાં આપ્યો હતો.
શું છે મામલો:
‘હાશમની’નો આ કેસ પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ જોડાયેલો છે. એવો આરોપ છે કે સંબંધો વિશે ચૂપ રહેવા ટ્રમ્પે પોર્નસ્ટારને પૈસા આપ્યા હતા. ફરિયાદીઓનું કહેવું છે કે 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને $130,000 ની ચુકવણીની વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડેનિયલ્સે ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે આરોપોને નકારી કાઢ્યા હતા. વકીલોએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ન્યૂયોર્કની ટોચની અદાલત સમક્ષ ઝડપી ટ્રાયલ માટે અપીલ પણ દાખલ કરી છે.