Trump Taps Elon Musk, Vivek Ramaswamy to Lead Government Efficiency

USA: ટ્રમ્પે મસ્ક અને ભરતીય મૂળના ઉદ્યોગપતિને સોંપી મોટી જવાબદારી, આ વિભાગનું નેતૃત્વ કરશે

વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)ની જીત બાદ તેઓ જાન્યુઆરી મહિનાથી પદ સંભાળશે, એ પહેલા તેઓ તેમની ટીમ બનવવામાં વ્યસ્ત છે. એવામાં સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના વડા એલોન મસ્ક (Elon Musk) અને ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી(Vivek Ramaswami)ને મોટી જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે.

નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઈલોન મસ્કે અનેક વાર ડોનાલ્ડ ટ્રંપના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, તેઓ તેમની માલિકીના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ અવારનવાર ટ્રમ્પના સમર્થનમાં પોસ્ટ કરતા રહેતા. જેને કારણે તેમણે ટ્રમ્પનો ભરોસો જીત્યો છે.


Also read: Bitcoin: ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત, આ કારણે થયો બિટકોઇનના મૂલ્યમાં વધારો


ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈલોન મસ્ક અને રામાસ્વામી મારા પ્રસાશનમાં સરકારી અમલદારશાહીને ખતમ કરવા, વધારાના નિયમો ઘટાડવા, નકામા ખર્ચમાં કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે. અહેવાલ મુજબ મસ્કે DOGE વિભાગ સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે એજન્સી સમગ્ર ફેડરલ સરકારનું સંપૂર્ણ ફાઈનાન્શિયલ ઓડિટ કરશે અને સખત સુધારા માટે ભલામણો કરશે.

સરકારી ખર્ચમાં ઘટાડો કરશે: ગયા મહિને પત્રકારોને મસ્કે જણાવ્યું હતું કે સરકારી ખર્ચમાં $2 ટ્રિલિયનનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. નિષ્ણાતોના મત મુજબ ખર્ચમાં ઘટાડો કરવાથી નિયમન અને નીતિગત ફેરફાર થઈ શકે છે.


Also read: ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA


કોણ છે વિવેક રામાસ્વામી?
રામાસ્વામી એક બાયોટેક એન્ટરપ્રેન્યોર છે. ગયા વર્ષે તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે ચૂંટણી લડ્યા હતાં. જોકે રામાસ્વામી પાસે સરકારી વિભાગનો કોઈ અનુભવ નથી, પરંતુ તેમણે કોર્પોરેટ સેક્ટરમાં ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો હતો.

Back to top button