અમેરિકા-કોલમ્બિયા સંબંધોમાં તિરાડ: ટ્રમ્પે પેટ્રોને ‘ડ્રગ્સ લીડર’ કહેતા બબાલ, આર્થિક સહાય અટકાવી…

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલમ્બિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે કોલમ્બિયા ડ્રગ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ ઉપરાંત, ટ્રમ્પે જાહેરાત કરી કે કોલમ્બિયાને અમેરિકન સબસિડી હવે મળશે નહીં. આ નિવેદન પહેલા ટ્રમ્પે કેરિબિયન સમુદ્રમાં ડ્રગ્સ ભરેલા જહાજને નષ્ટ કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં બે આતંકવાદી માર્યા ગયા અને બેને ઇક્વાડોર તથા કોલમ્બિયા મોકલવામાં આવ્યા હતા.
ટ્રમ્પે સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને ગુસ્તાવો પેટ્રોને ડ્રગ્સના નેતા ગણાવ્યા હતા. તેણે કહ્યું કે પેટ્રોના નેતૃત્વ હેઠળ કોલમ્બિયામાં મોટા અને નાના ખેતરોમાં નશીલા પદાર્થોનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે, જે દેશનો સૌથી મોટો વ્યવસાય બની ગયો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે આ ડ્રગ્સ તેઓ અમેરિકામાં વેચવાનો હેતુ ધરાવે છે, જેનાથી ત્યાં મૃત્યુ અને વિનાશ ફેલાશે.
ટ્રમ્પે કહ્યું કે પેટ્રો આ ડ્રગ્સ ઉત્પાદનને રોકવા માટે કોઈ પગલા લઈ રહ્યા નથી, જ્યારે અમેરિકા તરફથી તેને નાણાકીય સહાય અને સબસિડી મળી રહી છે. તેણે સ્પષ્ટ કર્યું કે હવેથી કોલમ્બિયાને કોઈ પણ પ્રકારની સબસિડી આપવામાં આવશે નહીં. આ નિર્ણયને ટ્રમ્પે અમેરિકામાં ડ્રગ્સથી થતા નુકસાનને રોકવાના પ્રયાસ તરીકે રજૂ કર્યો, જેનો ઉદ્દેશ અમેરિકી નાગરિકોની સુરક્ષા છે.
ટ્રમ્પે પેટ્રોને નબળા અને લોકપ્રિય નેતા રહ્યા નથી, જેઓ પોતાના દેશના હિતો પ્રત્યે બેજવાબદાર છે. તેણે ચેતવણી આપી કે જો પેટ્રો આ “મોતનો ખેલ” ચાલુ રાખશે તો અમેરિકા કોલમ્બિયા સાથેના સંબંધો બંધ કરી દેશે. આ ઉપરાંત, ટ્રમ્પે અગાઉ ડ્રગ્સ ભરેલી સબમરીનને નષ્ટ કરવાને ગૌરવની વાત ગણાવી અને અમેરિકી ગુપ્તચર વિભાગે પુષ્ટિ કરી હતી કે તેમાં ફેન્ટાનિલ સહિત ગેરકાયદે ડ્રગ્સ હતા.
આ પણ વાંચો…Video: ‘….તો 25,000 અમેરિકનોના મોત થયા હોત’ સબમરીન પર એર સ્ટ્રાઈક બાદ ટ્રમ્પનો દાવો