ઇન્ટરનેશનલ

Syria માં સત્તા પરિવર્તન, આ રીતે અંત આવ્યો બશર અલ-અસદના 24 વર્ષ જૂના શાસનનો

સીરિયા: સીરિયામાં(Syria)રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 24 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો છે. દેશમાં 13 વર્ષના વિદ્રોહ બાદ આખરે સોમવારે અસદનું શાસન હટાવી દેવામાં આવ્યું હતું. રવિવારે સવારે બળવાખોરો સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા હતા અને બળવો કર્યો હતો.

અસદ પરિવારના 50 વર્ષના શાસનનો પણ અંત

સીરિયાની સરકારના પતન સાથે દેશમાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનો પણ અંત આવ્યો છે. બળવાખોરોએ અચાનક સરકાર હસ્તકના પ્રદેશ પર હુમલો કર્યો અને 10 દિવસમાં રાજધાનીમાં પ્રવેશ કર્યો. બીજી તરફ બળવાખોરો આવતાની સાથે જ રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગી ગયા હતા.

13 વર્ષ પહેલા શરૂ થયું હતું આંદોલન

જો કે, આ ગૃહયુદ્ધ 13 વર્ષ પહેલાં 14 વર્ષના કિશોરના કારણે શરૂ થયું હતું. જ્યારે એક ઘટનાએ દેશવ્યાપી બળવો કર્યો હતો. વાત છે વર્ષ 2011 ની શરૂઆતની જેમાં મૌવિયા સ્યાસ્નેહ 14 વર્ષના કિશોરે દિવાલ પર કેટલાક શબ્દો લખ્યા હતા. જેના પછીથી ગંભીર પરિણામો આવ્યા. તેણે લખ્યું હતું – “એઝાક અલ ડોર”, જેનો અર્થ છે – ‘ડૉક્ટર, હવે તમારો વારો છે.’ અહીં ડૉક્ટર એટલે સીરિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો ઉલ્લેખ હતો. જેમની પૃષ્ઠભૂમિ મેડિકલ સાથે સંબંધિત હતી.

લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બળવો કર્યો

આ કિશોર અને તેના મિત્રોને સ્થાનિક પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે આ વાત દિવાલ પર મજાક તરીકે લખી હતી. તેના બદલે સીરિયન ગુપ્ત પોલીસે તેને 26 દિવસ સુધી અટકાયતમાં રાખ્યો. જ્યાં તેને ત્રાસ આપવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો. આખરે તેને છોડી દેવામાં આવ્યો. પરંતુ આ ઘટનાથી લોકો નારાજ થઈ ગયા. તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બળવો કર્યો હતો. પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ છોડી હતી. જેની બા આક્રોશ વધ્યો અને દેશવ્યાપી વિરોધને જન્મ આપ્યો.

આરબ સ્પ્રિંગથી પ્રેરિત આંદોલન

આ પછી સીરિયાની સરકારે દેખાવકારો પર દમન કરવાનું શરૂ કર્યું. તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી અને લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અરબ સ્પ્રિંગથી પ્રેરિત આંદોલન ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. બળવાખોરોએ પણ જવાબમાં હથિયારો ઉપાડ્યા. જ્યારે અરબ સ્પ્રિંગથી હિલચાલને કારણે ટ્યુનિશિયા અને ઇજિપ્તમાં સત્તા પરિવર્તન થયું.

1 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા

આ ચળવળમાં સીરિયામાં ફ્રી સીરિયન આર્મી (FSA) નો ઉદય થયો. જેમાં અસદના દળોમાંથી ભાગી રહેલા લોકોનો સમાવેશ થાય છે. ઉગ્રવાદી જૂથોએ પણ આ વિદ્રોહનો લાભ લીધો. જેના કારણે હિંસા વધુ ફેલાઈ. વર્ષો સુધી ચાલેલા આ વિરોધને કારણે આખું સીરિયા બરબાદ થઈ ગયું અને ખંડેરમાં ફેરવાઈ ગયું. આ હિંસામાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને 1 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

સીરિયાની સ્વતંત્રતાની જાહેરાત

હવે, ડિસેમ્બર 2024 માં, બળવો એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે બળવાખોર જૂથોએ સીરિયાની રાજધાની દમાસ્કસ પર પણ કબજો કરી લીધો છે. આ કારણે બશર અલ-અસદને પણ દમાસ્કસ છોડવું પડ્યું. હાલમાં તે ક્યાં ગયો છે તે જાણી શકાયું નથી, પરંતુ વિદ્રોહીઓએ અસદ શાસનથી સીરિયાની સ્વતંત્રતા જાહેર કરી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button