નેપાળથી અમદાવાદ પરત ફરેલા પ્રવાસીઓએ જણાવી નજરે નિહાળેલી સ્થિતી…

અમદાવાદ : નેપાળમાં થયેલા હિંસક આંદોલનમાં અનેક દેશોના નાગરિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં અમદાવાદથી નેપાળ ફરવા ગયેલા 37 પ્રવાસીઓ પણ ફસાયા હતા. આ પ્રવાસીઓ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર સહી સલામત પરત આવ્યા હતા.
આ પ્રવાસીઓ 1 સપ્ટેમ્બરના રોજ નેપાળના પશુપતિનાથ મંદિરના દર્શન માટે ગયા હતા. જોકે, તેવો ચાર દિવસ સુધી નેપાળમાં હિંસક આંદોલનમાં ફસાયા હતા. તેવો એક હોટલમાં રોકાયા હતા.

ચારે તરફ અરાજકતા જોવા મળી હતી
આ પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, નેપાળ પહોંચ્યા ત્યાં સુધી સ્થિતી સામાન્ય હતી. પરંતુ તેના થોડા કલાકો બાદ હાલત ગંભીર થયા હતા. જેમાં ચારે તરફ અરાજકતા જોવા મળી હતી અનેક સ્થળો આગજની અને તોડફોડ જોવા મળી. તેમજ હિંસા પણ ફેલાઈ હતી.

ફાયરિંગ અને પથ્થરમારાના અવાજ સંભળાયા હતા
પ્રવાસીઓએ જણાવ્યુંએ કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલની બહાર નીકળવાની મંજુરી ન હતી. તેમજ હોટલ અનેક વાર ફાયરિંગ અને પથ્થરમારાના અવાજ સંભળાયા હતા.
જોકે, નેપાળના સ્થાનિક લોકો અને સરકારના પ્રયાસથી તમામને સહી સલામત હોટલ પહોંચાડવા આવ્યા હતા અને બાદમાં અમદાવાદ પરત આવ્યા હતા. પ્રવાસીઓએ જણાવ્યું કે અનુભવ કડવો રહ્યો છે. પરંતુ સહી સલામત પરત આવ્યા તે મોટી બાબત છે.
આ પણ વાંચો…નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…