ઇન્ટરનેશનલ

Tourist lynched in Pakistan: 23 જણની ધરપકડ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસીની મોબ લિંચિંગ (Tourist lynched in Pakistan)માં સામેલ 23 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ગુરૂવારે પંજાબ પ્રાંતના સિયાલકોટના રહેવાસી 40 વર્ષીય મુહમ્મદ ઈસ્માઈલને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદયાન તાલુકામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ પછી લાશને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દીધી હતી. ઈસ્માઈલ પર ઈશનિંદાનો આરોપ હતો. ગુસ્સે ભરાયેલા ટોળાના હુમલામાં પાંચ પોલીસકર્મીઓ અને 11 સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હતા. ન્યૂઝના રિપોર્ટ અનુસાર પોલીસે આ લોકોની મદાયણ પોલીસ સ્ટેશનમાં ઈસ્માઈલની હત્યા અને આગચંપી કરવાના કેસમાં ધરપકડ કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સેનાના કટ્ટર આલોચક ગણાતા Imran riaz khan નું અપહરણ કે ધરપકડ ?

પોલીસે માહિતી આપી હતી કે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. સ્વાત જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) સૈયદ જમાન શાહે કહ્યું કે ટોળામાં સામેલ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ધરપકડના પ્રયાસો ચાલુ છે. ઈશનિંદા અને સરકારી સંપત્તિને નુકસાન કરવાના આરોપમાં બે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

પાકિસ્તાનના યોજના મંત્રી અહસાન ઈકબાલે લિંચિંગની નિંદા કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આપણે આ ઘટના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આપણો દેશ જોખમમાં છે. હવે આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ટોળાની હિંસા અને શેરી ન્યાયને ન્યાયી ઠેરવવા માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ બંધારણ અને કાયદાનું ઘોર ઉલ્લંઘન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button