Canada Tesla car crash: “મેં મારાથી બનતું બધું કર્યું…” મહિલાને બચાવનાર વ્યક્તિએ જાણવી આપવીતી

કેનેડામાં ટોરોન્ટો પાસે પાસે થયેલા ટેસ્લા કારના અકસ્માત બાદ આગ લાગવાથી ચાર ભારતીયોના મોત થયા (Tesla car accident in Canada) હતા. જ્યારે એક મહિલા મુસાફરને મુસાફર બચાવી લેવામાં આવી હતી, જેની ઓળખાણ થઇ શકી નથી. અકસ્માત સમયે રસ્તા પરથી પસાર થઇ રહેલા વ્યક્તિએ મહિલાને કારમાંથી બહાર કાઢીને બચાવી હતી. તેણે કાર અકસ્માતને યાદ કર્યો અને કહ્યું કે પીડિત લોકો બારીના કાચ તોડીને સળગતા વાહનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે મીડિયાને કહ્યું, “મેં મારાથી બનતું બધું કર્યું.”
| Also Read: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં મળી મોટી સફળતા, આતંકવાદીઓને ઠેકાણાને તોડી પાડ્યું
અહેવાલ મુજબ ગુરુવારે સવારે લેક શોર બુલવાર્ડ પર મિસીસૌગાના કેનેડા પોસ્ટ પ્લાન્ટ તરફ ડ્રાઇવિંગ કરી રહેલા રિક હાર્પરે મીડિયાને જણાવ્યું હતું કે હું રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો, મેં જોયું કે કાર સળગી રહી છે. અહેવાલ મુજબ ટેસ્લા કારમાં પાંચ લોકો હતા, કાર રેલીંગ સાથે અથડાઈ હતી ત્યાર બાદ કોંક્રિટના પોલ સાથે અથડાઈ હતી. થોડી જ વારમાં બેટરી વિસ્ફોટ થતાં કારમાં આગ ફાટી નીકળી હતી.
રિક હાર્પર પાસે ફાયર એક્સ્ટીંગ્યુશર હતું, તેણે કાર રોકી અને મદદ કરવા દોડી ગયો. હાર્પરે જણાવ્યું કે, “હું મારી કારમાંથી બહાર નીકળ્યો ત્યારે, મેં જોયું કે તેઓ હાથ વડે બારીને ધક્કો મારી રહ્યા હતા, બારી તોડવા માટે સળિયાની જરૂર હતી, મેં મારી પાસેની સહેલો સળીયો બાહર કાઢ્યો.”
રિક ઉપરાંત વધુ એક વ્યક્તિ મદદ માટે રોકાયો, બંને મળીને બારી તોડી જેથી લોકો બહાર આવી શકે. રિક હાર્પરે કહ્યું કે તેને જાણ ન હતી કે કે વાહનમાં ડ્રાઈવર સિવાય અન્ય લોકો પણ હતા. તેણે કહ્યું કે આગ બુઝાઈ ત્યાં સુધી કોઈને ખબર ન હતી.
| Also Read: Cyclone Dana : ચક્રવાત ‘દાના’ની અસર સમાપ્ત, કેરળમાં ભારે વરસાદની આગાહી
ટોરોન્ટો પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, પાંચ લોકો ટેસ્લા EV માં મુસાફરી કરી રહ્યા હતા, ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને કાર ગાર્ડ રેલ અને પછી કોંક્રિટ થાંભલા સાથે અથડાઈ અને ત્યારબાદ આગ ફાટી નીકળી.