ટૉયલેટ એક બ્રેક-અપ કથાઃ ફ્લોરિડામાં ટૉયલેટ પેપર બન્યા બ્રેક અપનું કારણ
ફ્લોરિડાઃ જેમ પ્રેમ થવા માટે કારણો નથી જોઈતા તેમ બ્રેક અપ થવા માટે પણ ઘણીવાર કારણો નથી જોઈતા. નજીવી વાત પણ ક્યારેક વર્ષોનો સંબંધ તોડવા પૂરતી હોય છે. ફ્લોરિડાનો આવો જ કિસ્સા બહાર આવ્યો છે. એક મહિલાએ લોકોને TikTok પર તેના બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપની વાત કહી તો બધા દંગ રહી ગયા. ફ્લોરિડાના ટેમ્પાની રહેવાસી એલેક્ઝાન્ડ્રા મારિયા ક્લારાએ જણાવ્યું કે કેવી રીતે તેણે તેના બોયફ્રેન્ડ સાથેના વર્ષો જૂના સંબંધો માત્ર ટોયલેટ પેપર રોલના કારણે તોડી નાખ્યા અને તેને તેનો કોઈ અફસોસ નથી.
એક અખબારી સમાચાર અનુસાર, મારિયાએ જણાવ્યું કે, એક દિવસ હું મારા પૂર્વ બોયફ્રેન્ડના ઘરે હતી અને ટૉયલેટ વાપરવા ગઈ ત્યાં ટૉયલેટ પેપર ન હતા. મારા પર્સમાં ટિસ્યુ હતા એટલે તે દિવસે તો કામ ચાલી ગયું પણ મેં મારા બીએફને કહ્યું કે તે નવો ટૉયલેટ પેપરનો રૉલ લાવે.
જોકે ફરી એકાદ અઠવાડિયા પછી ગઈ તો ફરી આ જ વાત બની. તે બાદ બન્ને સાથે સુપરમાર્કેટ ગયા ત્યારે મારિયાએ બીએફને ટૉયલેટ પેપરરૉલ લાવવા કહ્યું ત્યારે તેના બીએફનો જવાબ સાંભળી મારિયાને ધક્કો લાગ્યો. તેમે કહ્યું કે તે ટૉયલેટ પેપર્સ વાપરતો જ નથી અને વેટ વાઈપ્સથી જ કામ ચલાવી લે છે. તેમ છતાં મારિયાએ જતું કર્યું. હવે તે જ્યારે તેના ઘરે જતી ત્યારે પોતાની કારમાંથી ટીસ્યુ સાથે લઈને જતી, પણ બીએફએ આ વાતની પણ મજાક ઉડાવાનું શરૂ કર્યું. આથી મારિયાને સંબંધ ચાલુ રાખવાનું ગમ્યું નહીં અને તેણે તોડી નાખ્યો.
તેના વીડિયો બાદ લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. અમુકને આ વાત બરાબર નથી લાગતી જ્યારે અમુક કહી રહ્યા છે કે તેણે બરાબર કર્યું છે.