ટ્રમ્પ પરિવારે પાકિસ્તાન સાથે કરેલા બિઝનેસ ડીલને કારણે ટ્રમ્પે ભારતને બાજુ પર મૂકી દીધું

વૉશિંગ્ટનઃ ભારત અને અમેરિકાના સંબંધો ઘમા વણસી ગયા છે અને તેના માટે ભારત અને રશિયાની નિકટતા જવાબદાર માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) જેક સુલિવને કંઈક અલગ જ કારણ આપ્યું છે. તેમના કહેવા અનુસાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને મરણપથારીએ મૂકી દીધા છે તે પાછળનું કારણ પાકિસ્તાન છે. ટ્રમ્પના પરિવારે પાકિસ્તાની સાથે ઘણી બિઝનેસ ડીલ કરી છે અને તેને લીધે તેણે ભારતને કોરાણે મૂકી દીધું છે. અધિકારીએ ટ્રમ્પના આ વલણને અમેરિકા માટે ખતરો ગણાવ્યું છે. વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો બહુ મોટું નુકસાન પહોંચાડશે, તેમ જૉ બાઈડન સમયના અમેરિકી અધિકારીએ જણાવ્યું છે.
MeidasTouch નામની યુ ટ્યૂબ ચેનલ પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દાયકાઓ પહેલા વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે અમેરિકાએ સંબંધો વિકસાવ્યા. ચીન તરફથી આવતા ખતરાને ધ્યાનમાં રાખી આપણે ટેકનોલોજી, ટેલેન્ટ અને ઈકોનોમિ માટે ભારત સાથે જોડાયેલા રહેવું જરૂરી છે, તેમ સુલીવને જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ પાકિસ્તાનને તરફેણ કરવા ભારત સાથેના સંબંધોને બાજુએ મૂકી દે તેના કરતા ભારત અને અમેરિકા યોગ્ય નીતિઓ સાથે આગળ વધી ખૂબ મહત્વપૂર્ણ પ્રગતિ કરી શકે છે, પરંતુ પાકિસ્તાન સાથે ફેમિલીએ બિઝનેસ ડીલ કરી હોવાથી ટ્રમ્પ ભારત સાથે સંબંધો બગાડી રહ્યા છે.
ટ્રમ્પના ટેરિફ બાદ ભારત અને અમેરિકા વચ્ચેના રાજકીય અને વ્યાપારિક સંબંધોને ભારે અસર થઈ છે. ગઈકાલે ટ્રમ્પે ટેરિફ ઘટાડવા માટે હવે બહુ મોડું થઈ ગયું છે, તેમ પણ કહ્યું હતું. બીજી બાજુ ભારત ચીન, રશિયા અને જાપાન સાથે સંબંધો વિકસાવી જવા સમીકરણો વિકસાવી રહ્યું છે.
ઑપરેશન સિંદૂર સમયે ટ્રમ્પે પાકિસ્તાન પ્રેમ બતાવ્યો
પાકિસ્તાન અને અમરિકા વચ્ચેના સંબંધો લાંબા સમય માટે વણસેલા રહ્યા, પરંતુ ઑપરેશન સિંદૂર સમયે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા ઘર્ષણમાં હસ્તક્ષેપનો દાવો કર્યો હતો. આ સમયે પણ ટ્રમ્પના પાકિસ્તાન સાથેના વ્યાપારિક સંબધોની ચર્ચા થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાની આર્મી ચીફ Field Marshal Asim Munir વ્હાઈટ હાઉસ ખાતે આમંત્રીત કરવામાં આવ્યા અને ત્યારથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો ચર્ચામાં આવ્યા. જુલાઈ મહિનામા ભારત પર 25 ટકા ટેરિફ નાખ્યા બાદ અમેરિકી પ્રમુખે પાકિસ્તાન સાથે મોટી બિઝનેસ ડીલ કરી હોવાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: ભારતમાં બનશે રશિયાનું અત્યાધુનિક Su-57 લડાકુ વિમાન? અમેરિકાના F-35ને મોટો ફટકો…