ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના રેડિયો જોકીની હત્યાના કાવતરામાં ત્રણ ખાલિસ્તાનીઓને સજા…
ઓકલેન્ડ: છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાનીઓએ દુનિયાના ઘણા દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત જેવા બીજા અનેક દેશોએ આવા ખાલિસ્તાનીઓને આતંકવાદીઓ ગણાવીને તેમની પર પાબંધીઓ પણ લગાવી છે. તેમ છતાં કેનેડા જેવા દેશો આવા ઉગ્રવાદીઓને છાવરી રહ્યા છે.
આવી જ એક ઘટના ન્યુઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડમાં બની જ્યાં લોકપ્રિય રેડિયો હોસ્ટ હરનેક સિંહ પર ત્રણ ખાલિસ્તાન ઉગ્રવાદીઓ હુમલો કર્યો જો કે એ ત્રણેય ને પકડીને તેમને સજા ફટકારવામાં આવી છે. હરનેક ખાલિસ્તાનની વિચારધારા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો હતો આથી જ તેમની પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોર્ટે ત્રણેય હુમલાખોરને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
27 વર્ષીય સર્વજીત સિદ્ધુએ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યુ હતું. જ્યારે 44 વર્ષીય સુખપ્રીત સિંહને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 48 વર્ષીય એક વ્યક્તિ જેનું નામ જાણવા નથી મળ્યું તો આ કાવતરામાં સહભાગી હતો. આ હુમલો 23 ડિસેમ્બર 2020 ના રોજ થયો હતો, હુમલામાં 40 થી વધુ છરીના ઘા મારવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ માર્ક વૂલફોર્ડે સામુદાયિક સુરક્ષા અને ધાર્મિક કટ્ટરતા સામે મજબૂત નિવારણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ વૂલફોર્ડે તેમના ચુકાદામાં કહ્યું હતું કે આ ઘટના ધાર્મિક કટ્ટરતાના તમામ ચિહ્નો દર્શાવે છે. ત્યારે આવી ઘટનાઓ ફરીથી ના બને એટલે તેમને યોગ્ય સજા થવી જ જોઇએ.
નોંધનીય છે કે હરનેક સિંહ નેક્કી જ્યારે કારમાં જઇ રહ્યો હતો ત્યારે કારમાં બેઠેલા ત્રણ લોકોએ તેમનો પીછો કર્યો અને પછી તેની કાર રોકીને હુમલાખોરોએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો.