ઇન્ટરનેશનલ
કેનેડામાં ઘરની બહાર ગોળીબાર કરવા બદલ ત્રણ ભારતીયની ધરપકડ

ઓટાવા: કેનેડાની પોલીસે ત્રણ ભારતીય નાગરિકની ખંડણી વિરોધી પેટ્રોલિંગ દરમિયાન એક ઘર બહાર ગોળીબાર થયા બાદ ધરપકડ કરી હતી.
આ સમગ્ર પ્રકરણ મુદ્દે સરે પોલીસ સર્વિસ (એસપીએસ) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હરજોત સિંહ (૨૧), તરણવીર સિંહ (૧૯) અને દયાજીત સિંહ બિલિંગ (૨૧) પર હથિયાર ચલાવવાનો એક-એક આરોપ છે, અને બધાને ગુરુવાર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, એમ સરે પોલીસ સર્વિસ (એસપીએસ) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
લેકલેન્ડ ટુડેના અહેવાલ મુજબ, સરેના ક્રેસન્ટ બીચ પડોશમાં એક ઘરની બહાર ગોળીબાર અને નાની આગના અહેવાલ બાદ પેટ્રોલ અધિકારીઓ દ્વારા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.
એસપીએસના મુખ્ય ગુના વિભાગે તપાસ સંભાળી હતી, અને ત્રણ પુરુષ પર હવે ક્રિમિનલ કોડના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે, એમ અહેવાલમાં જણાવાયું છે.



